________________
૧૦૪ : સવીચયાન
૩૦. વસ્તુતઃ જ્ઞાન કયું?
विज्ञातमपि निःशेषं, यदज्ञानादपार्थकम् । ચરિમશ િf, જ્ઞાતા નર્સરાયઃ | ૩૦
અર્થ: પરમાત્માના જાણ્યા વિના બીજું બધું જાણેલું નકામું છે અને જેના જાણ્યાથી આખું વિશ્વ જણાયું એમાં સંદેહ નથી.૨૨ - વિવેચનઃ પશ્ચિમાત્ય દેશમાં જેને જ્ઞાન કહેવામાં આવે છે અને જે જ્ઞાનથી સંસારના વિષયાદિ સુખમાં વધારે થાય છે, એ જ્ઞાન નથી, પણ અજ્ઞાન છે. એ લોકોના સાયન્સના જ્ઞાનથી, કેટલાક લાભે થયા છે, પણ વિશેષ ભાગે સંસારવૃદ્ધિનાં કારણે થયાં છે, જેમ કે, એવી એવી તે બનાવી છે કે જેથી એકદમ લાખો મનુષ્યને વધ થાય. પરંતુ જ્યારે શુભ તરફ એ લેકેનું લક્ષ જશે, ત્યારે લાખે અને બચાવવાનાં યંત્રે શોધી કાઢશે અને આત્મજ્ઞાન થયું તે સકળ પદાર્થોનું જ્ઞાન થયું. જે સૂર્યને દેખે છે, તે તેના પ્રકાશથી દેખાતા સર્વ પદાર્થોને દેખે છે, પરંતુ આત્માનભવના પ્રકાશથી શું નથી જણાતું – દેખાતું ?
૨૨. જુઓ શ્રીમદ રાજચંદ્ર કહે છે તેમ –
જબ જા નિજ રૂપકે, તબ જા સબ લેક, નહીં જાજે નિજ રૂપકે, સબ જાને સે ફેક. - તેમ જ – “y , મને પાળ' અર્થાત જે એકને (આત્માને) જાણે છે તે બધું જાણે છે. – આચારાંગ સૂત્ર
– સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org