________________
: : સુથીય માન
૨૮. સિદ્ધાત્મારૂપ ધ્યેયનું લક્ષણ કહે છે
अणोरपि च यः सूक्ष्मो, महानाकाशतोऽपि च । નમાંદ્યઃ સ સિદ્ધામા, નિષ્પન્નોયંતનિવૃતઃ ॥ ૨૮
અર્થ : જે અણુથી પણ સૂક્ષ્મ છે અને જે આકાશ કરતાં પણ મોટો છે તે સિદ્ધાત્મા જગઢ દ્ય નિષ્પન્ન અત્યંત સુખમય છે.
વિવેચન : છાંદોગ્યપનિષદમાં આત્માનુ' સ્વરૂપ કહેતાં કહે છે કે, ૮ અનોખીયાન મહતો મહીયાન' અણુથી પણ સૂક્ષ્મ અને મહત્(પ્રકૃતિ)થી પણ મેાટી છે. ખરુ' જોતાં સિદ્ધાત્મા નાના મોટા નથી. પરંતુ વસ્તુતઃ આપણે બધા સિદ્ધાત્મા સરખા છીએ તે છતાં મહિર્ભાવને લીધે નાના મોટા લાગીએ છીએ. વાસ્તવિકરીતે તે આત્માથી કોઈ સૂક્ષ્મ નથી, કારણ કે તે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવમાં પણુ જીવ છે; અને મોટામાં મેાટા મહાસાગરમાં પણ છે. અર્થાત્ એનાથી કોઈ મોટું નથી. પરમાણુની વ્યાખ્યા કરનાર પરમાણુથી સૂક્ષ્મ, આકાશને જાણુનાર આકાશથી મોટો કહેવાય છે.
આત્મા – જેમ સ્વર અનંતવાર લખાયા છતાં પેાતાનું નિજસ્વરૂપ ફેરવતા નથી, અને તેના ઉચ્ચાર લખાયે જ જાય છે, જેમ કે, ઈ-ઈ-ઈ-ઈ-ઈ-ઈ-ઈ-ઈ હંમેશાં ઈ રૂપે જ રહે છે, પરંતુ કી લંબાવતાં લખાવાતા નથી અને કીમાંથી ઈ નીકળે છે, તેમ સ્વરની પેઠે આત્મા શાશ્વત છે, અને શરીર ક્રૂ, ખ, ગ, જેવું છે, જે માત્ર સ્વરની એટલે શાશ્વત આત્માની મદદથી જ જીવતું કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org