________________
૯૨ :: વીર્યમાન
જ્ઞાનri vrafizતH : એ પરમાત્મતત્ત્વજ્ઞાનરૂપી રાજ્યાસન પર બિરાજેલું છે.
રાજા જ્યાં સુધી અન્ન હોય, ત્યાં સુધી જ એમ કહેવામાં આવ્યું હશે કે “જગત્ જીવ હે કર્માધિના, પરંતુ રાજા (જીવ) જ્યારે હોય, ત્યારે તે કર્મઆધીન કેમ કહેવાય? પ્રજાને આધીન રાજા કેમ હોય? પ્રધાનને વશ રાજા કેવી રીતે હેાય ? પરંતુ અજ્ઞાન જીવની અપેક્ષાએ એ વચન હશે, જ્યારે જ્ઞાન થયું એટલે નિશ્ચય સમકિત આવ્યું અને દેશવિરતિપણાની કે સર્વવિરતિપણાની સ્થિતિમાં રહેવાયું, ત્યારે આ જાગતે જીવરૂપી રાજા કર્મને આધીન કેમ હોય ? જ્યારે જ્ઞાન થયું. એટલે જીવે પિતાનું યુવરાજપદ ઓળખ્યું, ત્યારે “જગત્ કર્મ હૈ જીવાધિના” એમ કેમ નહીં થાય? અને પૂર્ણ જ્ઞાન એમ કરતાં થયું, ત્યારે કર્મનું સૈન્ય કેમ ટકી શકશે ? જ્ઞાનના રાજ્યથી એટલે નિશ્ચય સમ્યકત્વથી તે છેક તેરમા ગુણઠાણું સુધી જીવને અધીન કર્મ હાવાં ઘટે અને તેમને ગુણસ્થાનને અંતે અઘાતી કર્મને ક્ષય થયા પછી કર્મ તે નષ્ટ જ થાય. એમ છતાં કેવળ જ્ઞાનનું જ સર્વત્ર રાજ્ય જામી, કર્મને સંપૂર્ણ નાશ થઈ, જે પદ પમાય છે, તે જ પરમાત્મતત્ત્વ છે. સૂર્ય જેમ આકાશમાં રહ્યા છતાં જાણે જગત ઉપર રાજ્ય કરતા હોય, તેમ પિતાના પ્રકાશ વડે તે તત્વ વિરાજી રહે છે, તેમ સિદ્ધિ ક્ષેત્રમાં રહેલા એવા જી લે કાલેકના સર્વ પદાર્થોને પ્રકાશ કરી, વિરાજતા હોય એમ જણાય છે, આવું જ્ઞાનરૂપી રાજ્ય છે તે જ પરમાત્મતત્વ છે. (૨૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org