________________
૮૮ઃ : સવીય ધ્યાન
જળધુત ઈન્દ્રિય રહિત છે, એટલે કે ઈન્દ્રિયોના વિષયથી પણ રહિત છે. જેમ લીટ, વિષ્ટા પર બેસનારી માખી દુઃખને સુખ માને છે, તેમ ઇન્દ્રિયને વિષ્ટારૂપ વિષયમાં જે જીવ સુખ માનતે તે, તે વિષયને ઈન્દ્રિયોએ ત્યાગ કર્યા.
ઈન્દ્રિયે જ્યાં સુધી છે, અને તેથી જયાં સુધી વિષય સેવાય છે, તે વિષયે સેવતા નથી, પરંતુ વિષ (ઝેર) સેવાય છે, અને એ ઝેર ખાવાથી આપણે આત્મઘાત કરી, વારંવાર જન્મ મરણ પ્રાપ્ત કરીએ છીએ.
વળી ઈન્દ્રિરૂપી જાળિયાં, શરીરરૂપી કેદખાનાની ભીંતમાં છે, ત્યાં સુધી કેદખાનાની બહાર શું છે તેની એમને કાંઈ ખરી ખબર પણ પડતી નથી. પરંતુ કષાયાદિ દુષ્ટ ચાલને મૂકી દેવાથી એટલે કંઈક (અનંતાનુબંધીની) મસ્તી ઓછી થવાથી દેશવૃત્તિની બેડી સહિત પણ એ કેદખાનામાંથી છૂટી, જરા બહાર આવી જગતને, (વસ્તુતત્વને) જુએ છે, ત્યારે તેમને એટલું બધું દેખાય છે કે કંઈ મણ જ નહીં પરંતુ સર્વવ્રતી થતા બેડી તદ્દન કપાઈ જાય છે. ત્યારે તે તેમને શું દેખાઈ રહે છે તે વચનના કળશમાં સમાતું નથી અને હજી પણ એ સર્વત્રતી થવાથી છૂટો પણ નજરકેદ જેવું છે. માટે સાતમા ગુણસ્થાનક પર પહોંચે
કે તેમને હમેશને માટે મુક્તતા મળી. અગિયારમા ગુણસ્થા* નકથી કદાચ ભૂલે તે પણ પાછા પૂર્વની આવડતથી બહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org