________________
ધણાનવરૂ૫ પ્રારંભ : : ૮૭.
જ્યારે કેઈ અજાણી અને નવી ઉમદા ચીજ પોતાના દેશમાં આવે છે, ત્યારે તેનું મૂલ્ય ઘણું જ થાય છે. એવું સંભળાય છે કે કેટલાંક વર્ષ ઉપર અમદાવાદમાં પ્રથમ જ કારેલાનું શાક આવ્યું, અને એક શેર કરેલાંના એક ગૃહસ્થ રૂ. ૫૦૦/- આપ્યા. તેમ આ શાંતિની જરા સરખી લહેરખી પણ જેને આવી છે, તેને માલૂમ હશે કે ચક્રવતીનું રાજ્ય પણ આ શાંતિના જરા સરખા સુખની સાથે કંઈ હિસાબમાં નથી. કારણ કે તે અપૂર્વ અને અનુપમ છે.
વિરાઃ વટ એટલે શરીર, અને નિઃ એટલે નહીં, રહિત. એ પરમાત્મતત્વ કેવળી તીર્થકર અવસ્થા ભાવથી૧૦ શરીરરહિત હોય છે, ને સિદ્ધ અવસ્થામાં દ્રવ્યથી શરીરરહિત હોય છે. શરીરરહિત એવું છે, કારણ કે, શરીરરૂપ બંદીખાનાની દુઃખેની શાળા છે. એ શરીરસહિત ચક્રવતી રાજ્ય મળે કે ઈન્દ્રપણું મળે, તે પણ આધિ, વ્યાધિ, ઉપાધિ જાય નહીં. પરંતુ આ પદ ચક્રવર્તી, ઈન્દ્રાદિને વંદ્ય એવું પણ તે અશરીરિ છે એટલે શરીરરૂપ કેદખાનામાંથી મુક્ત છે. મેહરાજરૂપી જેલરની આણમાંથી સર્વથા મુક્ત થઈ, સ્વસત્તાક મુક્તિરાજ – Full Liberated landમાં બિરાજે છે એવું પરમાત્મતવ છે.
૧૦. સરખા : દેહ છતાં જેની દશા, વ દેહાતીત તે જ્ઞાનીના ચરણમાં, હે વંદન અગણિત
– શ્રીમદ્ રાજચંદ્ર
- સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org