________________
૮૬ ૬ ૭ સુધી ધ્યાન
કા, જેણે સાધ્યું તે જ ખરેખર હાસ્ય છે અને એ કૃતકૃત્ય તે જ પરમાત્મા છે.
શિવં ઃ પરમસુખરૂપ, જેમાં દુઃખના અંશ નથી. જેમ ભૂમિ પર રાતદિવસ ઢાય, અંધારૂ અજવાળું હોય, તેમ પરમાત્મ સિવાયની સર્વ અવસ્થામાં સુખદુઃખ હોય. પરંતુ જેમ સૂર્યંમાં રાતદિવસ નડી, અજવાળું અંધારૂં નહી', પરંતુ કેવળ પ્રકાશ જ હાય, તેમ પરમાત્મત્વમાં કેવળ સુખ જ અવ્યાબાધ – સુખ જ, આનંદ જ હાય, માટે પરમાત્મતત્ત્વ તે જ શિષરૂપ છે.
-
રાન્તઃ જ્યાં સુધી પરમાત્મતત્ત્વની ઝાંખી પણ થઈ નથી, ત્યાં સુધી બાહ્યપ્રવૃત્તિ રહી; અશાંત, અશાંત, અશાંત જીવ રહે છે. પરંતુ જ્યારે ચાયા ગુણસ્થાનકે – સમ્યકત્વ ગુણસ્થાનકે – તેને ઝાંખી થાય છે, એટલે એ પરમશાંતપદને પામવા બાહ્યપ્રકૃતિ ઘટાડી એટલે દેશવ્રુત્તિ થઈ, અ ંતર પ્રવૃત્તિ કરી, કંઈ શાંતતા પ્રાપ્ત કરે છે. પરંતુ એ પરમ શાંતતાના અભિલાષી દેશવૃત્તિ ધરી, બાહ્યપ્રવૃત્તિની ઓછાશથી, અંતઃપ્રવૃત્તિ વિશેષ કરવા, સવ માહ્ય પ્રવૃત્તિ દૂર કરી સપૂર્ણ અંતઃપ્રવૃત્તિ કરે છે કે, આ પરમશાંતપદ પેાતાને પ્રાપ્ત થાય છે. જેવુ શાંતપદ પરમાત્માનું છે, તેવુ જ શાંતપદ આ અંતરાત્મામાં અનુભવાય છે.
આ શાંતદશાની લહેરખી પણ જે ધ્યાનીના હૃદયમંડળમાં વાય છે, તેમને માટા ચક્રવતીના કરતાં વિશેષ સુખ અનુભવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org