________________
ધ્યાનસ્વરૂપ પ્રારંભ : : ૮૫
ગુણગાન કરતે વિકસે છે, કારણ કે એ અંતરાત્મરૂપી ચક્રવાક પરમાત્મ પ્રકાશથી અંજાતું નથી, પરંતુ તેમની સત્ય, ખરી, મજબૂત આંખ તેને સારી રીતે જોઈ શકે એવું પરમાત્મતત્વ છે.
વળી, તારાને પ્રકાશ અજવાળી રાતે અસ્તપ્રાય થાય છે, ચંદ્રનો પ્રકાશ દિવસના અસ્તપ્રાય થાય છે અને બિચારો સૂર્ય પણ રાતના અસ્ત થાય છે, પરંતુ આ પરમાત્મારૂપી સૂર્યને સુર્ય, અંતરાત્મારૂપી ભૂમંડળમાં, લાયક સમ્યકત્વરૂપી જીવન્મુક્ત ક્ષેત્રમાં કે મહાવિદેહ ક્ષેત્રમાં એ તે ઉદય પામે છે કે ઉદય થયે ત્યાંથી માંડીને અનંતકાળ સુધી હમેશાં તે જ ઉદય પામેલે જ રહે છે. માટે જ શાસ્ત્ર તેને સાદિ અનંત ભાગે ઊગતે એમ કહે છે અને
જ્યારે આ સૂર્યને સૂર્ય ઉદય પામ્યું કે તારાવાળી રાત્રિને, ચંદ્રવાળી રાત્રિ અને રાતે અસ્ત પામતા મધ્યાહ્ન સૂર્યને પણ આ પ્રકાશના ઝળઝળાટમાં અસ્ત હોય છે. એવું સર્વદા ઉદય પામેલું પરમાત્મા છે.
તન્ચ : કૃત્ય એટલે કરવા યોગ્ય અને કૃત એટલે કર્યું. કરવા યોગ્ય કે જે કાંઈ કરવાનું હતું તે જેણે કર્યું તે કૃતકૃત્ય કહેવાય. જ્યારે આપણે તેમાં પ્રવૃત્તિ કરીએ છીએ અને કેટલાક કાળે તેની સિદ્ધિ પણ થાય છે. પરંતુ સઘળાં કાર્યોને, સઘળાં સુખને સમાવેશ એક મેક્ષના અનંત સુખમાં, અનંત આનંદમાં થઈ જાય છે. એ મોક્ષપ્રાપ્તિરૂપ કાર્યનું કાર્ય એટલે સિદ્ધિપદ પ્રાપ્તિરૂપ કાર્યનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org