________________
ધ્યાનસ્વરૂપ પ્રારંભ : : '૮૦
-ત્યાં સુધી ઈજનેર તેને કહેવું પડે છે. પરંતુ વરાળ ન હોય એટલે કર્મજનિત વરાળ ન હોય તે ઈજનેર નથી, પણ તે નિષ્ક્રિય છે.
જેમ સૂર્યને દેખી (તેના સ્વાભાવિક પ્રકાશથી) કમળ ખીલે તેમ આત્માને દેખી કર્મ પ્રકૃતિએ ઉછળે. પરંતુ કર્મપ્રકૃતિ જે ખરી ગઈ તે પછી જેને લીધે શરીરાદિ ફેકટરી ચાલતી હતી તે ખપી જઈ આત્મા માત્ર નિજ ગુણમાં રમણ કરે. પરંતુ પર એવા નિમિત્તને ક્ષય થવાથી પરમાં તે અક્રિય જ રહે. કર્મ જડ છે, પરંતુ એને જીવ સહાય આપવાનું છેડે તે જ તે ક્ષય થાય. નહીં તે તેના નિમિત્તે પિતે સક્રિય કહેવાય, જેથી આ ઈજનેર મિલ ચલાવે છે, પરંતુ ચાલે છે તે વરાળથી, માટે આત્માએ તે અલગ રહી એવી શરીરાદિ ફેકટરી ન ચલાવતાં જ્ઞાનાદિરૂપે સિદ્ધ સ્થિતિમાં રહેવું જોઈએ. જેમ આ ટેબલ પર દીવે છે તે કાંઈ લાલનના શરીરને કે હાથને કે કલમને કે કલમમાંથી નીકળતા અક્ષરને ચલાવતું નથી, પણ તેથી અક્રિય અલગ અલગ રહી જુએ છે, તેમ જીવ પણ તેમાં ભળે નહિ તે સ્વરૂપે પિતાની સ્વાભાવિક જિર અવસ્થામાં આવી રહે.
પરાક્ષ: અક્ષરને અર્થ નાશ ન થાય તેવું. પરંતુ અક્ષર અક્ષરમાં પણ ભેદ છે, એક વર્ષ કે તે વર્ષ, પૂર્વ પૂર્વ વર્ષના આયુષ્ય આગળ ક્ષર એટલે નાશવંત લાગે. કારણ કે, પૂર્વની અપેક્ષાએ વર્ષો સેકંડ જેવડાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org