________________
યેયસ્વરૂપ પ્રારંભ :: ૭૫
કરવાની ટેવને લીધે ગૂચવાએલું છે, તે ઠેકાણે પોતાના પગમાં એ મનરૂપ-ગૂંચવાએલું દેરડું આવ્યાધી ઠેબાં ખાય છે. માટે આવા પુરુષનું મન અશાંત હોય છે, પરંતુ સત્ય બલવામાં એટલે એવું જાણ્યું તેવું બોલવામાં વચનની શ્રેણી (Lift) પર ચડવામાં મનરૂપી દેરડું સીધું, શાંત છે અને ઉપર ચડવામાં તેથી સુગમતા રહે છે. માટે લાલન એમ કહે છે કે આ મનુષ્યભવ, અલબત્ત, તે દેવતાને દુર્લભ, દુર્લભ વળી તિર્યંચને – પણ આપણને મળે માટે સુલભ અને તેમાં સગુણે પ્રમાણે વર્તન કરવાં એ વિમાનમાં ચડવા જેવું સુંદર, આલ્હાદક ને સરળ છે અને દુર્ગુણ પ્રમાણે વર્તન કરવું એ અસ્વાભાવિક હેવાથી મહાકટ અને દુખકારક છે, અને ભાંગતા જતા દાદર કે રસ્તામાં ઠેબાતા ઠેબાતા ઉતરવા જેવું છે.
અલબત્ત, વ્યવહારમાં ચડવું કઠિન અને ઊતરવું સહેલું લાગતું હોય, કારણ કે, ડુંગર ચડતા હાંફ ચડે છે, અને ઉતરતાં એટલું થતું નથી, પરંતુ પરમાર્થમાં તેમ નથી, તેમાં ચડવું સહેલું ને ઉતરવું કઠિન છે, કારણ કે, જેથી ચડાય છે તે શ્રેણી (Lift) વિમાન જેવી હોય છે, ને જેથી ઉતરાય છે તે ભાંગેલા દાદરના પગથીયાં જેવી છે. સદગુણમાં ચડવાને પગથીયાંવાળી સીડી હોય નહિ, પણ સરળ શ્રેણી (Lift) હેય એમ અનુભવાય છે.
૭. ચડતા પરિણામવાળી હોવાથી. ૮. ગ્રતાદિ લઈ પછી ભાંગતાં હેયની તેવાં.
– વિવેચક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org