________________
૭૨ : સવીધ્યાન
સૂર્ય દિવસના પ્રકાશ કરે છે, પણ રાત્રિએ નહીં ચંદ્ર એક પક્ષમાં પ્રકાશ કરે છે, પણ બીજા પક્ષની રાત્રિમાં નહીં, પરંતુ આત્મા તે દિવસે વા રાત્રિએ, લેકમાં અથવા અલકમાં, સર્વ સ્થળે પ્રકાશિત રહી, ત્રણે લેકના સર્વ ભાવને યથાર્થ દેખાડી આપે છે.
સંસાર અવસ્થા એ રાત્રિરૂપ જણાય છે. તેમાં અશુભ પ્રર્વતન એ અંધારી રાત્રિ જેવું લાગે છે, અને શુભપ્રવર્તન એ અજવાળી રાત્રિ જેવું લાગે છે. સંસારથી રહિતપણું એટલે સાધુ, ઉપાધ્યાય કે આચાર્યની અવસ્થા, એ દિવસના પ્રકાશ જેવી લાગે છે, પરંતુ ધ્યાન અવસ્થા તે રાત્રિએ અને દિવસે કેવળ પ્રકાશમય જ એટલે ન આથમે એવા સૂર્યપ્રકાશ જેવી ભાસે છે, અને તે અવસ્થા ધ્યાન દ્વારા એ જ વસ્તુ સકળના સાક્ષાત્કારરૂપ અપરોક્ષ જ્ઞાનવાળી થાય છે.
સાક્ષાત્કાર કે અપક્ષ જ્ઞાનનું એક સ્વરૂપ આવું હોય છે. જેમ પૃથ્વી પર અજવાળું કે દિવસ, અને અંધારૂં કે રાત્રિ હોય છે, તેમ નહીં, પણ સૂર્યમાં અજવાળું અને અંધારું ઉભય નથી પણ એકાંત પ્રકાશ જ છે, તેમ આત્મા જ્ઞાનમય જ દીસે છે એ જાણવું ન જાણવું એક નહિ પણ એકાંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, આનંદરૂપ, સાદિ અનંત, અગુરુલઘુ જે અનુભવાય તે જ આત્મતત્વ અને જ્ઞાનદર્શનાદિ એનાં જ બીજા સ્વરૂપે. જેમ એક જ માણસ બાપ, દીકર આદિક હોઈ શકે તેમ. એક જ આત્મા જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, આનંદ આદિ હોઈ શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org