________________
પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના : શ્રીમદ્ વીરપુત્રરત્ન કમળવિજય મહારાજના શિષ્યવર્ય શ્રી કેસરવિજય, તથા શ્રી વિનયવિજયના વંદનાથે મારું જ્યારે વિજાપુર જવું થયું હતું, ત્યારે તેમની પાસે એક સ્મરણપથી (નેટબુક) મેં દીઠી. તેમાંના હસ્તાક્ષર જોતાં મારા મિત્રરત્ન બંધુ મહું મી. વીરચંદ રાધવજીના જણાયા. વાંચવા માંડયું તે તે કોઈ પુસ્તકનું ભાષાંતર છે એમ જણાયું. વિષય મારી વૃત્તિને સાનુકૂળ હેવાથી આહૂલાદ થયે. વિશેષ આહૂલાદ એટલા માટે કે શુભ અને શુદ્ધ અયવસાયમાં જ રહેવાની તેમાં ફેંચી હતી, કારણ કે એમને વિષય વાનને હવા છતાં કેવળ ભાવનારૂપ (Theoretical) નહીં પણ પ્રગરૂપ (Practical) પણ હતોત્યારબાદ જ્યારે મારું મુંબાઈ જવાનું થયું ત્યારે મહારાજ શ્રી કેસરવિજયજીએ મારે માટે લેખક પાસે તે નેટ ઉતરાવી મોકલાવી. મુંબાઈમાં તેના મૂળની શેધ કરતાં, જે ગ્રંથઅર્ણવમાંથી શુદ્ધોપગ અથવા સહજ સમાધિ નામનું પ્રકરણ મેં બહાર પાયું છે, અને જેની બે આવૃતિ એક વર્ષમાં થઈ, ત્રીજી પ્રસિદ્ધિમાં આવી છે, તે જ ગ્રંથસમુદ્રમાંથી “સવીર્યધ્યાન” નામનું ઉત્તમ મુક્તાફલરૂપ પ્રકરણ મળી આવ્યું. તેનું જ ભાષાંતર મારા મિત્રરત્ન મી. ગાંધીએ કર્યું છે એમ નક્કી થયું. ત્યાર બાદ આ લધુ પરંતુ મારા તન-મન-હૃદયને આનંદ આપનાર ગ્રંથના પ્રત્યેક કલેક પર મનન આવ્યું. અને એ મનનઠારા જે કંઈ પ્રાપ્ત થયું, તેમાં મારે પૂર્વને અનુભવ મેળવી યથાશક્તિ પ્રત્યેક કલેક પર વિવેચન લખવા માંડયું. ધાનાભિલાષી સકળ સાધુ-સાવી, શ્રાવક-શ્રાવિકાઓ તેમ જ મારા સકળ માનવ બાંધવોને ઉગી જાણ પ્રગટ કરવા ઇરાદો થયે,
Jain Education International
For Private & Personal Use Only
| WWW.jainelibrary.org |