________________
દયરવરૂપ પ્રારંભ ? : હા
માટે, ધ્યાનમાં પ્રથમ જીવનું, પછી અજીનનું, પછી અજીવમાં આવેલા પાંચે પદાર્થોનું, પછી પ્રત્યેક દ્રવ્ય દ્રવ્યનું તેના ગુણેનું અને તેના પર્યાનું ધ્યાન ધરવું. એ બધાને સમાવેશ ધર્મધ્યાનમાં થાય છે. આ છ દ્રવ્યનું સામાન્ય રીતે, તથા વિશેષ રીતે એવું ભેદજ્ઞાન જોઈએ કે, એક દ્રવ્યમાં બીજા દ્રવ્યના દ્રવ્ય, ગુણપયાર્યો ભળી ન જાય. ૧૯. દવાનીએ ધ્યાન વિનાને વખત કેમ ગાળો?
ध्याने धुपरते धीमान् मनः कुर्यात्ममाहितम् । निवेदपदमापन्नं, मग्नं वा करुणांबुधौ ॥ ११ ॥
અથ : દયાન પૂરું થાય ત્યારે બુદ્ધિવાન યાની પુરુષે મનને સમાધાનયુક્ત કરવું, અથવા વૈરાગ્યયુક્ત કરવું, અથવા તો કરુણારૂપી સમુદ્રમાં મગ્ન કરવું.
વિવેચન : ધ્યાની પુરુષને અભ્યાસ દ્વારા મન વશ હવાથી ધ્યાન થઈ રહ્યા બાદ પણ, તે મનની સ્થિતિ પિતાના વીર્ય વડે જેવી રાખવા ધારે તેવી રાખી શકે છે, અને તે મનની સ્થિતિ ધ્યાન વિનાના કાળમાં ત્રણમાંથી કેઈ એક પ્રકારની રાખી શકાય છે. કાં તે તે સમાહિત એટલે મનને નિર્વિકલ્પ રાખે, અથવા બે ઉત્તમ વિકલપિમાં રાખે. એ બે વિકલ્પ એ કે પર વિરાગ્યરૂપ એટલે સઘળા પરદ્રવ્યમાં અરાગતારૂપ વિકલ૫, અથવા તે ચૌદ રાજલેકમાં આવેલા ચેરાસલક્ષ જીવના વર્ષોમાં રહેલા સકળ જતું પર કરુણા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org