________________
૩૯
આશ્રય લીધા વિના ભાવનિક્ષેપને ચિત્તની અંદર સ્થાપન કરવાની ક્રિયા એ આંખ વિના જ પોતાનું મુખ દર્પણમાં જોવાની ક્રિયા જેવી છે. નામાદિ નિક્ષેપોનો અનાદર કરવાથી ભાવોલ્લાસ સાધી શકાતો નથી. જેમ શાસ્ત્રને આગળ કરવાથી શાસ્ત્રને કહેનારા પુરુષોને જ આગળ કરવામાં આવે છે, તેમ નામાદિ ત્રણ નિક્ષેપનો આદર કરવાથી તેની સાથે સંબંધ ધારણ કરનારા ભગવાનનો જ આદર થાય છે. અહીં એમ કહેવામાં આવે કે નામાદિ ત્રણનો આશ્રય લેનાર પ્રત્યેક વ્યક્તિમાં ભાવની ઉત્પત્તિ થાય જ એવો નિયમ નથી, તો એ વાત ભાવનિક્ષેપને પણ તેટલી જ લાગુ પડે છે. સાક્ષાત્ ભગવાનને જોઈને પણ બધાને ભાવોલ્લાસ થાય તેવો નિયમ નથી. અભવ્ય કે દુર્ભવ્ય આત્માઓ સાક્ષાત ભગવાનને જોઈને પણ ભાવોલ્લાસવાળા બનતા નથી. એટલે એ દૃષ્ટિએ ચારે નિક્ષેપોની તુલ્યતા છે. જ્યાં ભાવનિક્ષેપની જ એક પ્રધાનતા બતાવી છે, ત્યાં નિશ્ચયનયનું અવલંબન લીધું છે. વ્યવહારનયના મતે ભાવોલ્લાસમાં કારણભૂત નામાદિ નિક્ષેપોનું મહત્ત્વ પણ તેટલું જ છે. ભગવાનનો ધર્મ સર્વનયને માન્ય રાખવામાં છે, તેથી અપ્રશસ્તભાવવાળાના સર્વ નિક્ષેપોને જેમ અપ્રશસ્ત માન્યા છે, તેમ પ્રશસ્તભાવવાળાની સાથે સંબંધ રાખનારા સર્વ નિક્ષેપોને પ્રશસ્ત કહ્યા છે. શાસ્ત્રને જેમ હૃદયસ્થ બનાવવાથી ભગવાન હૃદયસ્થ બને છે, તેમ ભગવાનનાં નામાદિ ત્રણને પણ હૃદયસ્થ બનાવવાથી ભગવાન હૃદયસ્થ થાય છે, એટલું જ નહીં પણ ભગવાનની સાથે સર્વાગીણભાવનો અને તન્મયીભાવનો અનુભવ થાય છે અને તેથી સર્વકલ્યાણની સિદ્ધિ થાય છે. ૨
નામનો મહિમા –
જૈનો ઈશ્વરને માને છે પરંતુ પૃથ્વી, પાણી, પર્વત, નદી, હવા, પ્રકાશ, સૂર્ય કે ચંદ્ર આદિ ભૌતિક પદાર્થોની સિદ્ધિ માટે નહીં, કિંતુ આત્મિક ઉન્નતિના સાધનભૂત અહિંસા, સંયમ અને તપસ્વરૂપ સદ્ધર્મની પ્રેરણા અને સિદ્ધિ માટે માને છે. સ્વર્ગ અને મોક્ષ આદિ પદાર્થો સ્વયં સિદ્ધ છે. જીવોને તેની પ્રાપ્ત કરાવનારા કોઈ પણ હોય તો તે અહિંસા, સંયમ અને તપસ્વરૂપ નિર્મળ સામાયિક ધર્મનું પાલન જ છે. જૈનો એ સદ્ધર્મના આદ્ય પ્રર્વતકો અને આદ્ય ઉપદેશકો તરીકે તીર્થકરોને પૂજે છે. જગતના જીવો અનાદિકાળથી અજ્ઞાનસમુદ્રમાં ડૂબેલા છે અને એ અજ્ઞાનના પ્રતાપે પોતાના હિતાહિતને સમજી શકતા નથી. તેવા અજ્ઞાન જીવોને તેમનું હિતાહિત સમજાવનાર તથા અહિતનો માર્ગ છોડાવી હિતના માર્ગે ચડાવનાર પરમગુરુ તરીકેનું સ્થાન જૈનોના તીર્થકરોને ઘટે છે. તેમને ધર્મતીર્થકર, જિન, આદ્ય ગુરુ કે જગદ્ગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે. સદ્ધર્મની દેશના દ્વારા તેઓ જગતને ઉપકાર કરનારા થાય છે, એટલું જ
१. येन हि यस्य नामाऽपि ध्यातं तेन स नितरां ध्यात इति यथोक्तमेव साधु ।
द्वयाश्रयमहाकाव्य, अभयतिलकगणिकृतव्याख्या, श्लोक-१
(નમસ્કારસ્વાધ્યાય, (સં. વિ.) પૃ. ૪૦) ૨. જુઓ, ‘પ્રતિમાશતક' શ્લોક ૨ ની સ્વોપજ્ઞટીકા
કર્તા – ઉપાધ્યાય શ્રીયશોવિજયજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org