________________
૩૮
,
નયની દૃષ્ટિએ આત્મા એ જ સામાયિક છે અને વ્યવહારનયની દષ્ટિએ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરાવી આપનારાં સઘળાં સાધનો એ સામાયિક છે. જે જે સાધનોથી આત્માભિમુખ વૃત્તિ સધાય તે સઘળાં સાધનો એ સામાયિકની જ સિદ્ધિ કરાવનારાં છે. મોક્ષમાર્ગમાં જોડનારો સઘળો ધર્મવ્યાપાર, સમતત્વને સાધનાર સકળ કુશળ અનુષ્ઠાન, સમ્યગ્દર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યક્યારિત્રરૂપી રત્નત્રયની સઘળી સામગ્રી, એ સામાયિક ધર્મનાં જ અંગો છે. સામાયિક ધર્મનું લક્ષ્ય આત્મા અને તેના ગુણો છે. જે ધર્મ વ્યાપારોથી આત્મગુણો પ્રગટ થાય અને આત્મસ્થિતિ સધાય તે ધર્મવ્યાપારોને સામાયિકધર્મ તરીકે તીર્થકરોએ ઉપદેશ્યા છે. ચતુર્વિશતિસ્તવ :
સામાયિક ધર્મનું લક્ષ્ય આત્મા અને તેના ગુણો છે, એ જાણ્યા પછી એની સિદ્ધિ માટેનાં સાધનોમાં પ્રધાન સાધન સામાયિક ધર્મને ઉપદેશનારા તીર્થકરોની સ્તુતિ છે, તેથી તેને બીજું આવશ્યક કહ્યું છે. આધ્યાત્મિક સાધનામાં સામાયિક એ પ્રથમ આવશ્યક છે અને ચતુર્વિશતિસ્તવ એ બીજું આવશ્યક છે. મોક્ષમાર્ગની સાધનામાં શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રને વિકસાવનાર ક્રિયાઓ અતિ અગત્યનું સ્થાન ધરાવે છે. શ્રદ્ધાથી સત્યની નજીક જવાય છે, જ્ઞાનથી સત્યની પકડ થાય છે, ચારિત્રથી સત્યનું આચરણ થાય છે અને ક્રિયા (Rituals) થી સત્યની સાથે એકતા અનુભવાય છે. કોઈ પણ વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જેમ તે વસ્તુના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવને વિચારવા પડે છે, તેમ મોક્ષમાર્ગમાં પોતાનો આદર્શ અને ધ્યેય જે આત્મસ્વરૂપની સિદ્ધિ અને આત્મગુણોની પૂર્ણતા છે, તે માટે ધ્યેયની સાથે અને આદર્શની સાથે એકતા સિદ્ધ કરવાની હોય છે, તે એકતા સિદ્ધ કરવા માટે ધ્યેયની પણ ચારે બાજુઓનો વિચાર કરવાનો હોય છે. ધ્યેય પ્રત્યે ભક્તિ અને પ્રેમ જગાડવા માટે ધ્યેયનાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચારેને આદરથી જોવાના અને પૂજવાના હોય છે. ધ્યેયનું આદરપૂર્વક દર્શન-પૂજન એ ધ્યેયની સાથે એકતા સિદ્ધ કરવાનો અનન્ય ઉપાય છે.' નામાદિ નિક્ષેપ –
શાસ્ત્રોમાં કહ્યું છે કે નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણ નિક્ષેપા ભાવ અરિહંતની સાથે તદ્રુપતાની અભેદબુદ્ધિ સાધવામાં પરમ કારણ છે. અનુભવ પણ એમ જ કહે છે : નામાદિ ત્રણનો
4. All of the Jain rituals circle round one and the only one central ideal, the perfect soul, full of knowledge, purity, power and bliss. The object and goal of ritual is to become one with the ideal, namely, the perfection. It is the way in which we manifast our love and reverence for our ideal. As knowledge of every object is derived by considering its four aspects, name (નામ), status (સ્થાપના), substance (દ્રવ્ય) and nature (1419), so also the worship of the ideal. For example, Lord Mahavir is the ideal soul for every Jain, therefore the namce of Mahavir invokes the ideal before the eyes in all its glore (glory).
Outlines of Jainism
By J. L. Jaini
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org