________________
૪૦
નહીં પણ તેઓના નામમાત્રની ઉપાસના કરનારનું પણ તેઓ લ્યાણ કરનારા થાય છે. તેમના નામમાત્રનું આલંબન લેનારને પણ તેઓ સ્વરૂપનો લાભ કરાવનાર થાય છે. સ્વરૂપના લાભને મોક્ષ તરીકે ઓળખાવવામાં આવે છે. સ્વરૂપના લાભારૂપી મોક્ષની પ્રાપ્તિમાં તીર્થકરોનું નામ પણ ઉપકારક થાય છે. તેથી ચતુર્વિશતિસ્તવમાં તીર્થકરોની તેમનાં નામ દ્વારાએ સ્તુતિ કરવાનું વિધાન છે અને તેને છ પ્રકારના આવશ્યકમાં બીજા આવશ્કનું સ્થાન આપવામાં આવ્યું છે. લોગસ્સસૂત્રમાં “નામની સ્તુતિ :
તીર્થંકરભગવંતો લોકાલોકપ્રકાશક કેવળજ્ઞાન અને કેવળદર્શનના બળે વિશ્વની વસ્તુસ્થિતિને પ્રકાશિત કરનારા સસિદ્ધાંતોનું નિરૂપણ કરે છે, તેમાંથી સસ્પ્રંથો રચાય છે, સગ્રંથોમાં સુયુક્તિઓ ગૂંથાય છે અને સુયુક્તિઓના બળે સુવિકલ્પો ાય છે, તેમાંથી ભક્ષ્યાભઢ્ય, પયારેય, કાર્યાકાર્ય આદિની હિતકર નીતિઓ પ્રચલિત થાય છે, આત્મા, સર્વજ્ઞ, મોક્ષમાર્ગ આદિ પ્રમાણસિદ્ધ પદાર્થોનું સ્થાપન થાય છે તથા અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્યાદિ ધર્મો પ્રતિષ્ઠિત થાય છે. વળી તેથી સન્માર્ગની પ્રશંસા અને ઉન્માર્ગની ઉપેક્ષા થાય છે, વંદનીયની વંદના અને પૂજનીયની પૂજાઓ પ્રચલિત થાય છે તથા પાપકર્મો અટકે છે અને પુણ્યકર્મો વધે છે. એ બધું સવિકલ્પો અને વિચારોનું ફળ છે. સવિચારોની પ્રેરક સુયુક્તિઓ છે, સુયુક્તિઓના સંપાદક સગ્રંથો છે અને સગ્રંથોના પ્રણેતા તીર્થકર-ગણધરો છે, તે કારણે તીર્થકરો ધર્મતીર્થના પ્રણેતા કહેવાય છે. જેનાથી હિત, સુખ, ગુણ, અભય, કીર્તિ, યશ, નિવૃત્તિ, સમાધિ આદિ થાય તે તીર્થ કહેવાય છે, તે તીર્થ દ્વાદશાંગી સ્વરૂપ છે, તેને અર્થથી કહેનારા તીર્થંકરભગવંતો છે અને સૂત્રથી ગૂંથનારા ગણધરભગવંતો છે અને તેને ધારણ કરનાર ચતુર્વિધ શ્રમણ સંઘ છે, તેથી દ્વાદશાંગી, પ્રથમ ગણધર અને ચતુર્વિધ શ્રમણસંઘને પણ તીર્થ કહેવાય છે, દ્રવ્યતીર્થનાં જળનાં સેવનથી જેમ દાહનો ઉપશમ, તૃષાનો ઉચ્છેદ અને મળનું ક્ષાલન થાય છે, તેમ તીર્થંકર પ્રણીત દ્વાદશાંગીરૂપ ભાવતીર્થનાં સેવનથી ભાવદાહનો ઉપશમ, ભાવતૃષાનો ઉચ્છેદ અને ભાવમળનું ક્ષાલન થાય છે. ક્રોધષાય એ ભાવદાહ છે, વિષયતૃષ્ણા એ ભાવતૃષા છે અને ભવભવ સંચિત કર્મજ એ ભાવમળ છે. દ્વાદશાંગીરૂપ પ્રવચનના સતત અભ્યાસથી અને તેમાં કહેલા અર્થોના વારંવાર અનુષ્ઠાનથી ક્રોધરૂપી દાહનો ઉપશમ થાય છે, લોભરૂપી તૃષાનો ઉચ્છેદ થાય છે, અને કર્મરજરૂપી મળનું પ્રક્ષાલન થાય છે.
દર્શન, જ્ઞાન અને ચારિત્રને પણ તીર્થ કહેવાય છે. દર્શન એટલે જીવાજીવાદિ પદાર્થો ઉપર શ્રદ્ધા. તેથી ક્રોધ-દ્વેષ આદિ વૃત્તિઓનો નિગ્રહ થાય છે. જીવાજીવાદિક પદાર્થોના જ્ઞાનથી લોભ-તૃષ્ણાદિ વૃત્તિઓનો નાશ થાય છે અને અત્યંત અનવદ્ય ચરણકરણાત્મક ક્રિયાકલાપનાં પાલનસ્વરૂપ ચારિત્રથી જ્ઞાનાવરણીયાદિ કર્મ અને મોહનીયાદિ પાપની અશુભ પ્રકૃતિઓનો ક્ષય થાય છે, એ કારણે દ્વાદશાંગરૂપ અને રત્નત્રયસ્વરૂપ તીર્થ અચિત્ત્વશક્તિયુક્ત મનાય છે અને ત્રણે
૧. તન્ના મદમાત્રા-૩નહિસંસારસંભવં દુઃઉં ! भव्यात्मनामशेषं परीक्षयं याति सहसैव ।।
યોગશાસ્ત્ર, પ્રકાશ-૧૧ શ્લો. ૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org