________________
[૯]
લોગસ્સસૂત્રની દેહરચના
૧. ભાષા–લોગસ્સસૂત્ર એ આવશ્યકસૂત્રોનો એક અંશ હોવાથી એની ભાષા અર્ધમાગધી અથવા આર્ષ પ્રાકૃત છે. દિગંબરો પણ આ સૂત્રને ભાષાના ભેદ સિવાય તે જ સ્વરૂપમાં સ્વીકારે છે અને તેનો પાઠ આ ગ્રંથના “પરિશિષ્ટવિભાગમાં આપવામાં આવ્યો છે.
૨. છંદ–લોગસ્સસૂત્રની ગાથાઓનો છંદની દષ્ટિએ વિચાર કરીએ તો પ્રથમ પદ્ય ‘સિલોગ” છંદમાં છે અને બાકીનાં છ પદ્યો “ગાહા' છંદમાં છે.
૩. પદ્યાત્મક રચના–લોગસ્સસૂત્ર સર્વાશે પદ્યાત્મક રચના છે. તેમાં એકંદર સાત પઘો છે. આ પઘોને સૂરિપુરંદર શ્રીહરિભદ્રસૂરિએ આવસ્મયનિષુત્તિ ઉપરની પોતાની વૃત્તિમાં ‘સૂત્રગાથા' રૂપે દર્શાવ્યા છે.
૪. પારિભાષિક શબ્દો–છંદોની વિચારણા કરવામાં કેટલાક પારિભાષિક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેનો અર્થ નીચે મુજબ સમજવો ઘટે છે –
માત્રા–છંદોને માપવાનો એક પ્રકાર-ઘટક. હૃસ્વની માત્રા એક ગણાય છે અને દીર્ઘની માત્રા બે ગણાય છે.
ગણ—અક્ષર કે માત્રાના સમુદાયને ગણ કહે છે. આવા ગણો બે પ્રકારના છે– અક્ષરગણ અને માત્રાગણ.
ચતુષ્કલ–ચાર માત્રાનો ગણ. પાદ–ચરણ, શ્લોકનો ચોથો ભાગ. પૂર્વાદ્ધ–શ્લોકનો ઉપરનો અર્ધો ભાગ એટલે કે પ્રથમના બે પાદો. ઉત્તરાદ્ધ–શ્લોકનો નીચેનો અર્ધો ભાગ એટલે કે નીચેના બે પાદો. ઉત્થાપનિકા–છંદ જાણવા માટે અક્ષર-ગણ કે માત્રા-ગણનો મેળ કેવી રીતે બેસે છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org