________________
૭૪
દર્શાવનારી ીતિ.
(૫) સિલોગ—સિલોગ એ પ્રાકૃત ભાષાનો અતિપ્રાચીન છંદ છે, કારણ કે જૈનાગમોમાં તે ઘણે સ્થળે વપરાયેલો છે. પ્રથમ તેનાં ત્રણ ચરણો આઠ અક્ષરનાં અને ચોથું ચરણ આઠ કે નવ અક્ષરનું રહેતું.
લોગસ્સસૂત્ર સ્વાધ્યાય
શ્રીઉત્તરાધ્યયનસૂત્ર, દશવૈકાલિકસૂત્ર વગેરેમાં નવ અક્ષરવાળા ઘણા શ્લોકો નજરે પડે છે. નમસ્કાર-મહામંત્રની ચૂલિકામાં પણ ચોથું ચરણ નવ અક્ષરનું છે. પછીના કાલમાં તેનાં ચારે ચરણો આઠ અક્ષરનાં જ હોવાં જોઈએ તેવો ક્રમ સ્થિર થયેલો જણાય છે. ત્યાર પછી તેમાંનો પાંચમો અક્ષર લઘુ તથા છઠ્ઠો ગુરુ હોવો જોઈએ, તેવું ધોરણ સ્થાપિત થયેલું જણાય છે. ચવીસત્થય અથવા લોગસ્સસૂત્રની પહેલી ગાથાનાં ચારે ચરણો આઠ અક્ષરોવાળાં છે, પણ તેમાં પાંચમો લઘુ નથી અને છઠ્ઠો ગુરુ નથી. એટલે આ સુધારો પાછળથી થયો છે તેમ માનવાને કારણ મળે છે. પરંતુ આ ધોરણમાં પણ કાલક્રમે સુધારો થયો છે અને તેના બીજા તથા ચોથા પાદનો સાતમો અક્ષર લઘુ રાખવો તેવું ધોરણ સ્વીકારાયેલું છે.
ભેદ-વિશેષથી અનુષ્ટુપ્ છંદોનો સમુદાય અસંખ્ય છે. તેમાં લક્ષ્ય અનુસાર શ્રવ્યતાની પ્રધાનતા જાણવી. તાત્પર્ય કે સાંભળવામાં મધુર લાગે તે પ્રમાણે અક્ષ૨-યોજના કરવી.
સિલોગ અથવા શ્લોકનું સ્વરૂપ કાલક્રમે પરિવર્તન પામ્યું છે. પરંતુ જેમાં ચાર ચરણ આઠ અક્ષરનાં હોય તે અહીં છે અને તે પહેલી ગાથાને લાગુ પડે છે.
સંસ્કૃત સાહિત્યમાં અષ્ટાક્ષરી વૃત્તને અનુષ્ટુપ્ની ાજિત ગણવામાં આવે છે અને તેના ૨૫૬ ભેદો મનાય છે.
અહીં સિલોગ કયા ભેદનો નિર્દેશ કરે છે, તે દર્શાવવું બહુ કઠિન છે.
સિલોગ છંદના ભેદો અનેક હોવાથી તેના બોલવા અંગે છંદવદો કંઈ જણાવતા નથી, પરંતુ સાંભળવામાં મધુર લાગે તે પ્રમાણે બોલી શકાય છે.
(૬) ગાહા——ગાહા એ પણ પ્રાકૃત ભાષાનો અતિપ્રાચીન છંદ છે અને તે જૈન આગમોમાં તથા અન્ય સૂત્રાદિમાં મહર્ષિઓ દ્વારા વિપુલ પ્રમાણમાં વપરાયેલો હોવાથી પવિત્ર મનાય છે સંસ્કૃતસાહિત્યમાં તેને આર્યા-છંદ કહે છે.
સર્વ ગાહા-ગાથાઓનાં સોળ અંશ (ભાગ) અવશ્ય કરવા. તેમાં તેર અંશ ચતુર્માત્રાવાળા, બે અંશ બે માત્રાવાળા અને એક અંશ એક માત્રાવાળો કરવો.
સાત શરો (ચતુર્માત્રાવાળા અંશો કે ગણો) કમલાંત એટલે દીર્ઘાન્ત ક૨વા. છઠ્ઠો શ૨ નભ ગણ એટલે જગણ (। ડ ।) અથવા સર્વ લઘુ અક્ષરવાળો કરવો અને વિષમ એટલે પહેલો, ત્રીજો, પાંચમો અને સાતમો ગણ જગણ રહિત કરવો. ગાહાના બીજા અર્ધમાં છઠ્ઠો અંશ લધુ હોવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org