________________
ટિપ્પણ.
૫૭
ગર્ભના પ્રભાવથી નમી પડ્યા માટે નમિ. નેમિ–
સામાન્ય અર્થ : ધર્મરૂપી ચક્રમાં નેમિ-ચક્રના ઘેરાવા જેવા-તે નેમિ.
વિશેષ અર્થ ઃ ભગવાન માતાના ગર્ભમાં આવ્યા બાદ, માતાએ રિષ્ટ રત્નમય અતિશય મહાન ચક્રનો નેમિ ઊડતો સ્વપ્નમાં જોયો માટે શિષ્ટ-નેમિ. અકાર અપમંગલના પરિહાર માટે હોવાથી અરિષ્ટનેમિ. પાર્શ્વ–
સામાન્ય અર્થ : સર્વભાવોને જુએ તે પાર્થ.
વિશેષ અર્થ : ભગવાન માતાના ગર્ભમાં આવ્યા બાદ, સાત ફણાવાળો નાગ ભગવાનની માતાએ સ્વપ્નમાં જોયો હતો અને શયામાં રહેલ માતાએ સામેથી આવતા સર્પને અંધકારમાં પણ ગર્ભના પ્રભાવથી જોયો, શવ્યાની બહાર રહેલ રાજાનો હાથ ખેંચી લીધો અને કહ્યું કે “આ સાપ જાય છે.” રાજાએ પૂછ્યું કે, ““તેં કેવી રીતે જાણ્યું ?” માતાએ કહ્યું કે, “હું જોઈ શકું છું.” દીપક લાવીને જોયું તો સાપને જોયો. રાજાને થયું કે, ગર્ભનો આ અતિશયવંતો પ્રભાવ છે કે જેથી આટલા ગાઢ અંધકારમાં પણ જોઈ શકે છે માટે “પાર્થ” નામ કર્યું. વર્ધમાન–
સામાન્ય અર્થ : જન્મથી આરંભીને જ્ઞાન-આદિથી વધે તે વર્ધમાન.
વિશેષ અર્થ : ભગવાન ગર્ભમાં આવ્યા બાદ સમગ્ર જ્ઞાતકુળ ધનાદિથી વિશેષ પ્રકારે વધવા લાગ્યું માટે વર્ધમાન*.
एवं मए अभिथुआ :
આ પદોનો અર્થ “મેં આપને મારી સન્મુખ સાક્ષાત્ રહેલા કલ્પીને નામ ગ્રહણપૂર્વક સ્તવ્યા” એમ પણ થઈ શકે. ધ્યેય વસ્તુનું ધ્યાન તે જ શ્રેષ્ઠ કહેવામાં આવે છે કે જેમાં ધ્યેય ધ્યાતા સમક્ષ માનસ કલ્પનાદ્વારા જાણે સાક્ષાત્ સમુપસ્થિત થયું હોય તેમ ભાસે. આ રીતે સામે સાક્ષાત્ કલ્પવાથી ધ્યાનાશ તેમ જ ભાવાવેશથી સિદ્ધિ શીધ્ર થાય છે. ધ્યાનોવેશ દ્વારા તન્મયભાવને પામતું ધ્યાન જ સર્વશ્રેષ્ઠ ગણાય છે.
શાસ્ત્રોમાં કહ્યું છે કે – ધ્યાન જયારે સ્થિરતાને ધારણ કરે છે ત્યારે ધ્યેય નજીક ન હેવા છતાં પણ જાણે (સામે) આલેખિત હોય એવું અત્યન્ત સ્પષ્ટ ભાસે છે.''
૫.
ધ્યાને વિશ્વતિથૈય, ધ્યેયરૂપ પરિટમ્ | ત્તેિવિતપિવામાતિ પ્રેયણાંડસન્નિધવપિ || ન્તજ્વાનુશાસન, અધ્યાય ૪, શ્લો. નં. ૪૪, પૃ. ૩૫ *પાદ નોંધ :–આજ પ્રમાણે એક જ શ્લોકમાં શ્રી તીર્થંકરભગવંતોના નામો ગોઠવી, તે શ્લોકના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org