________________
૫૬
લોગસ્સસુત્ર સ્વાધ્યાય
શાંતિ–
સામાન્ય અર્થ: શાંતિનો યોગ કરાવનારા, શાંતિને કરનારા યા તો શાંતિસ્વરૂપ હોવાથી શાંતિ.
વિશેષ અર્થ : ભગવાન ગર્ભમાં આવ્યા તે પૂર્વે દેશમાં મહાન મરકીનો ઉપદ્રવ ચાલુ હતો, જે ભગવાન ગર્ભમાં આવતાં શાંત થયો માટે શાંતિ. કુન્દુ
સામાન્ય અર્થ : કુ એટલે પૃથ્વી, તેમાં રહેલ તે “કુન્થ”.
વિશેષ અર્થ : ભગવાન ગર્ભમાં આવ્યા બાદ માતાએ સ્વપ્નમાં મનોહર ઊંચા મહાપ્રદેશમાં રહેલ રત્નમય સ્થભ જોયો માટે કુછ્યું. અર–
સામાન્ય અર્થ ઃ સર્વોત્તમ મહા સત્ત્વશાળી કુળમાં જે પેદા થાય અને તેની અભિવૃદ્ધિ માટે થાય તે અર.
વિશેષ અર્થ: ભગવાન ગર્ભમાં આવ્યા બાદ માતાએ સ્વપ્નમાં સર્વ રત્નમય અતિ સુંદર અને મહાપ્રમાણવાળો ચક્રનો આરો જોયો તેથી અર. મલ્લિ –
સામાન્ય અર્થ : પરીષહ આદિ મલ્લોને જીતે તે મલ્લિ.
વિશેષ અર્થ: ભગવાન ગર્ભમાં આવ્યા બાદ ભગવાનની માતાને સર્વ ઋતુના શ્રેષ્ઠ સુગંધી પુષ્પોની માલાની શય્યામાં સૂવાનો દોહદ થયો અને તે દેવતાએ પૂર્ણ કર્યો માટે મલ્લિ. મુનિસુવ્રત
સામાન્ય અર્થ : જગતની ત્રણે કાલની અવસ્થાને જાણે (અવસ્થાનું મનન કરે) તે મુનિ અને સુંદર વ્રતોને ધારણ કરે તે સુવ્રત. મુનિ હોવા સાથે સુવ્રત તે મુનિસુવ્રત.
વિશેષ અર્થ : ભગવાન ગર્ભમાં આવ્યા બાદ ભગવાનની માતા અત્યંત સુવ્રત (સુંદર વ્રતસંપન્ન) બન્યાં માટે મુનિસુવ્રત. નમિ–
સામાન્ય અર્થ : પરીષહ-ઉપસર્ગ આદિને નમાવે તે નમિ.
વિશેષ અર્થ : દુર્દાન્ત એવા સીમાડાના રાજાઓએ ભગવાનના પિતાના નગરને ઘેરો ઘાલ્યો હતો. ભગવાન ગર્ભમાં આવ્યા ત્યારે ગર્ભના પુણ્યની શક્તિથી પ્રેરિત ભગવંતના માતાને અટ્ટાલિકા પર ચઢવાની ઇચ્છા થઈ અને તેઓ ચઢ્યા. દુશ્મન રાજાઓ તેમને જોતાંની સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org