________________
સિદ્ધહેમશબ્દાનુશાસનનાં અંગોઃ
श्रीहेमसूरयोऽप्यत्रालोक्य व्याकरणव्रजम् । शास्त्रं चक्रुर्नवं श्रीमत्सिद्धहेमाख्यमद्भुतम् ॥ द्वात्रिंशत्पादसंपूर्णमष्टाध्यायमुणादिमत् । धातुपारायणोपेतं रङ्गल्लिङ्गानुशासनम् ॥ सूत्रसद्वृत्तिमन्नाममालानेकार्थसुन्दरम् ॥ मौलि लक्षणशास्त्रेषु विश्वविद्वद्भिरादृतम् ॥
- માવજરિત વ્યાકરણના સમૂહને શ્રીહેમસૂરિએ અવેલેકી શ્રીસિદ્ધહેમ નામે અદ્દભુત અને નવું શાસ્ત્ર રચ્યું. બત્રીસ પાદ અને આઠ અધ્યાયથી પૂર્ણ, ઉણાદિસૂત્ર સહિત, ધાતુપારાયણથી યુક્ત, લિંગાનુશાસનથી મંડિત, સૂત્ર અને ઉત્તમવૃત્તિઓથી શોભતું અને નામમાલા તથા અનેકાર્થ કેષથી સુંદર–તે વ્યાકરણ વ્યાકરણશાસ્ત્રોના મુકુટ સમું અને બધાય વિદ્વાનોના આદરને પાત્ર બન્યું.”
૧. પ્ર. ૨. શ્રી હેમચંદ્રસૂરિ પ્રબંધઃ પાન ૩૦૨: લેક ૯૬-૯૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org