________________
રાબ્દાનુશાસન
૩૩
કુંભ બની જા; હે દિગ્ગજો, તમે સુંઢ સીધી કરી કલ્પવૃક્ષનાં પગે લઈ તેરણો રચે; ખરેખર, સિદ્ધરાજ પૃથ્વી જીતીને અહીં આવે છે !”
આ સુંદર શ્લોકથી અન્યદર્શનીઓ ઝંખવાઈ ગયા; સિદ્ધરાજ ખુબ જ ખુશ થયો; અને હેમચંદ્ર ઉપર એની પ્રીતિ અત્યંત વધી. બીજા દર્શનીઓ ટોણે મારવા લાગ્યા કે હેમચંદ્રાચાર્યની વિદ્વત્તા અમારા વ્યાકરણને લીધે છે પણ એટલામાં જ એક સુંદર પ્રસંગ બન્યા. સિદ્ધરાજે ધારાનો ધ્વસ કરી ત્યાંનો અણમોલે પુસ્તક ભંડાર પાટણ આ હતું તેમાં ભોજરાજવિરચિત સરસ્વતીકંઠાભરણ નામે વ્યાકરણનો ગ્રંથ હાથ લાગ્યો. ગૂજરાતમાં તેવા વિદ્વાનના હાથે લખાયેલે વ્યાકરણગ્રન્થ ન હોય એ તેના દિલને હાડોહાડ લાગી ગયું. હેમચંદ્ર ઉપર પણ પરધર્મીઓનો ઘા તાજો હતો. સિદ્ધરાજની નજર વ્યાકરણની
૫. પ્ર. ચિ. પાન ૬૦. ૬. પ્ર. ચિં. પાન ૬૦; . ચ. પાન ૩૦૧. શ્લોક ૮૩-૮૪: पाणिनेर्लक्षणं वेदस्यांगमित्यत्र च द्विजाः अवलेपादसूयन्ति कोऽर्थस्तैरुन्मनायितैः ॥ यशो मम तव ख्यातिः पुण्यं च मुनिनायकः विश्वलोकोपकाराय कुरु व्याकरणं नवम् ॥
૭. p. ૨. પાન ૩૦૧ શ્લોક ૭૯ ભેજનું વ્યાકરણ સિદ્ધરાજ આ શબ્દ બોલે છે:
भूपालोऽथावदत् किं नास्मत्कोशे शास्त्रपद्धतिः । विद्वान् कोऽपि कथं नास्ति देशे विश्वेऽपि गुर्जरे ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org