________________
કાવ્યાનુશાસન
૧૭8. સાથે જ એક અનુશાસનથી અભ્યાસક કરી શકે એ સરળતા તેમના ગ્રંથે કરી આપી છે. તેમના પછી બસે વર્ષ પછી થયેલા વિશ્વનાથના સાહિત્યદર્પણમાં આ યોજના દષ્ટિગોચર થાય છે. અનુશાસન તરીકે તેને સર્વાગ સંપૂર્ણ બનાવવાનો મને રથ શબ્દાનુશાસનની માફક કાવ્યનુશાસનમાં પણ તેમણે સિદ્ધ કર્યો છે.
કાવ્યાનુશાસન ઉપર શિષ્યહિત ખાતર અલંકારચૂડામણિ નામે લઘુ વૃત્તિની તેમણે યોજના કરી છે. તે સરળ છે અને અને વિવાદગ્રસ્ત મુદ્દાઓની ઝાઝી છણવટ તેમાં તેમણે કરી નથી. અલંકારચૂડામણિની રચનાના હેતુ તરીકે હેમચંદ્રાચાર્ય જણાવે છે :
आचार्यहेमचन्द्रेण विद्वत्प्रीत्यै प्रतन्यते ।१२ પરંતુ આ લઘુવૃત્તિ અલંકારશાસ્ત્રનું વિશિષ્ટ જ્ઞાન સારી રીતે, સંપાદન કરવા માટે પૂરતી નથી. આથી વિશિષ્ટ પ્રકારના વિદ્વાનને માટે હેમચન્દ્રાચાર્યે બીજી વિસ્તૃત ટીકા લખી છે. તે ટીકા તે વિવેક.” “વિવેકની રચનાના સંબંધમાં હેમચન્દ્રાચાર્ય જણાવે છે :
विवरीतुं क्वचिद् दृब्धं नवं संदर्भितुं क्वचित
काव्यानुशासनस्यायं विवेकः प्रवितन्यते ॥१३ ઉપરનો ક “વિવેકની રચનાને હેતુ સારી રીતે બતાવે
૧૨. રસિકલાલ પરીખ : કાવ્યાનુશાસન : ચં. ૧. આદિક. અલંકારચૂડામણિ” નામની ચર્ચા માટે આચાર્યશ્રી આનંદશંકરભાઈ ધવની Foreword: ઉપરના ગ્રંથના આરંભે. . ૧૩. રસિકલાલ પરીખ ઃ કાવ્યાનુશાસન : ગ્રંથ ૧. વિવેકને. આદિશ્લોક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org