SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ હેમસમીક્ષા રાખીએ તે હેમચંદ્રાચાર્ય ઉપર મુકાએલા પાપવિતાના આક્ષેપ સાથે આપણે સંમત થઈશું નહિ. એક જ વાત નેધીએ. મમ્મટના કાવ્યપ્રકાશમાં જે બાબતોની ચર્ચા દશ ઉલ્લાસ અને ૨૧૨ સૂત્રોમાં કરવામાં આવી છે–તે જ વિષયેની નાટ્યશાસ્ત્રના વિભાગને ઉમેરીને ચર્ચા હેમચંદ્રાચાર્યે છ અધ્યાયો અને ૨૦૮ સૂત્રમાં મમ્મટ કરતાં ય સરળ રીતે કરી છે. શિક્ષાગ્રંથ તરીકે કાવ્યાનુશાસનની અપૂર્વ આથી પાઠકના ખ્યાલમાં સીધી રીતે જ આવી જશે. મમ્મટની છાયા એ મુખ્ય વસ્તુ નથી; મમ્મટ કરતાં તેમણે શી વિશિષ્ટતા બતાવી એ મુખ્ય મુદ્દો છે. મમ્મટના કાવ્યપ્રકાશ કરતાં ય અન્ય વિશિષ્ટતા હેમચંદ્રચાર્યના ગ્રન્થમાં છે. કાવ્યાનુશાસનમાં તેમણે નાટચશાસ્ત્રને પણ સમાવેશ કરી દીધો છે. એટલે નાટનો અભ્યાસ કાવ્ય પૂર્વે મારા પૂર્વજ સિદ્ધરાજની ભક્તિયુક્ત યાચનાથી આપે વૃત્તિ (વિવરણ) થી યુક્ત એવું સાંગ વ્યાકરણ (સિદ્ધહેમચંદ્ર) રચેલું છે; તેમ જ મારે માટે નિર્મળ યોગશાસ્ત્ર રચેલું છે, અને લેકેને માટે પ્રયાશ્રયકાવ્ય. છંદનુશાસન. કાવ્યાનુશાસન અને નામસંગ્રહ પ્રમુખ બીજાં શાસ્ત્રો રચેલાં છે.” ૧૧. રસિકલાલ પરીખ : કાવ્યાનુશાસન ગ્રં. ૨. Intro. cocxxી. કાવ્યપ્રકાશમાં જેટલા વિષયની ચર્ચા મમ્મટે ૧૦ ઉલ્લાસઃ ૨૧૨ સૂત્રમાં કરી છે તેટલી તો હેમચંદ્રાચાર્ય ૬ અધ્યાય : ૧૪૩ સૂત્રોમાં કરી દીધી છે. • Thus in six Adhyayas ( 148 Sutras ) the whole nature of Kavya as such is defined and discussed in detail, the subject which Mammata has discussed in ten Ullagas ( 212 Sutras ) of his Kavyaprakasha.” Jain'Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy