SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ આદ્મગિરિ (અંધેરી) સ્થળમાં આજે એ વિદ્યાભવનનું સ્વકીય સુંદર સ્થાન બની ચુક્યું છે. એમાં મુંબઈનિવાસી કેટલાક શ્રીમંત અને ઉદારતા જૈન બંધુઓએ આપેલી સારી સરખી આર્થિક સહાયતાના પરિણામે હેમચંદ્રાચાર્યનું મનોહર સ્મારક મન્દિર પણ પ્રતિષ્ઠિત થઈ ગયું છે. એ ભવ્ય અને પુનિત મન્દિરના એક શ્રદ્ધાળુ પુજારી તરીકે મેં મારી જાતને પણ સ્વેચ્છાએ નિયોજિત કરી છે. પાટણ મુકામે તે એ સ્મૃતિ–ઉત્સવ બહુ જ વિશિષ્ટરૂપે ઊજવવામાં આવ્યા હતા. સાહિત્ય પરિષદે એ નિમિત્તે પિતાનું એક અસાધારણ સંમેલન ત્યાં ગોઠવ્યું હતું અને તેમાં ગુજરાતના ઘણાખરા પ્રમુખ વિદ્વાને, સાક્ષરે અને સંસ્કારપ્રિય સજ્જનેએ સમ્મિલિત થઈ એ ઉત્સવને શોભાવ્યા હતા. એ અવસરે પાટણમાં બંધાયેલા અભિનવ હેમચન્દ્રજ્ઞાનમન્દિરની ઉદ્દઘાટનક્રિયા પણ શ્રીયુત મુનશીજીના શુભ હસ્તે કરવામાં આવી. એ પ્રસંગનિમિત્તે ભરાયેલા સમેલનમાં અનેક વિદ્વાનો અને લેખકેએ શ્રીહેમચન્દ્રાચાર્યના જીવન અને સાહિત્ય વિષે પ્રસંગચિત કેટલાક નિબંધ, લેખે અને કાવ્ય દ્વારા પિતાની પુષ્પાંજલિ અર્પિત કરી હતી. ગુજરાતી સાહિત્ય પરિષદે એ વિશિષ્ટ અધિવેશનના અહેવાલ અને નિબંધસંગ્રહને શ્રીહૈમસારસ્વતસત્રના નામે, સુન્દર રીતે, ગ્રન્યરૂપે પ્રકાશિત કરી, એ સ્મૃતિ–ઉત્સવને ચિરસ્મરણીય બનાવ્યો છે. અમદાવાદ ખાતે ઉજવાયેલા એ ઉત્સવના મુખ્ય સંચાલકે સ્થાનીય જૈનયુવસંધના સદ હતા. પ્રેમાભાઈ હૈલિમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy