________________
પુ ર વ ચ ન
ગુજરાતી સાહિત્ય પરિષદના કરાચી મુકામે ભરાયેલા સમેલનમાં, ગુજરાતના પુરાતન ઉત્કર્ષ કાલના સર્વશ્રેષ્ઠ શાસ્ત્રકાર, સર્વવિદ્યાપારંગત, અસામાન્ય જ્ઞાનજ્યોતિ સ્વરૂપ અને કલિકાલસર્વજ્ઞ બિરુદધારક આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ એક સાર્વજનિક સ્મૃતિઉત્સવ ઊજવવાને પ્રેરક પ્રસ્તાવ ઉપસ્થિત કરવામાં આવ્યો હતો. તદનુસાર વિ. સં. ૧૯૯૪– ૯૫ દરમ્યાન મુંબઈઅમદાવાદ અને પાટણ જેવી ગુજરાતની નવી – જૂની રાજધાનીઓમાં જુદા જુદા પ્રસંગે એ ઉત્સવની ઉજવણું કરવામાં આવી હતી. મુંબઈમાં ઉજવાયેલા ઉત્સવપ્રસંગે, એ સ્મૃતિ–ઉત્સવના મૂળ પ્રેરક અને વિધાયક શ્રી. કલૈયાલાલ માણેકલાલ મુનશીના સમર્થ સદુદ્યોગથી ભારતીય વિદ્યાભવનની એક ભવ્ય અને ચિરસ્થાયી સ્થાપના પણ કરવામાં આવી, જેમાં પ્રાચીન ભારતીય વિદ્યાના વ્યાકરણ, સાહિત્ય, છન્દ, કાવ્ય, કેષ આદિ જે વિવિધ અંગેના પરિશીલનાત્મક અને વિવેચનાત્મક એવાં અનેકાનેક શાસ્ત્રોની હેમચંદ્રાચાર્યે રચના કરી છે, તેવાં સર્વ શાસ્ત્રોનું વિશિષ્ટ અધ્યયન થાય અને તે સાથે હેમચંદ્રાચાર્યના પુણ્યશ્લોક પુનિત નામનું પણ સજન થાય. એ મહર્ષિને સિદ્ધિદાયક શુભ નામને સંકલ્પાત્મક સંયોજનથી, મુંબઈ સમીપવતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org