________________
અમદાવાદના સંસ્કારપ્રિય સર્વ જાતીય નાગરિકના સુન્દર સમારેહ સામે એ સ્મૃતિ–ઉત્સવને સમારંભ યોજવામાં આવ્યા હતા. તેમાં જુદા જુદા અનેક વિદ્વાનોએ ગુજરાતના એ મહાન તિર્ધરની જ્ઞાનજ્યોતિના ભાવપૂર્ણ સ્તુતિપાઠ ઉચ્ચાર્યા હતા. પ્રાસંગિક સમારંભ ઉપરાંત, એ સંધના કેટલાક સદસ્યોએ એ ઉત્સવની સ્મૃતિ ચિરકાલીન બને તે અર્થે કાંઈક ચિરસ્થાયી સાહિત્યિક કાર્ય પણ કરવાનો પ્રયત્ન કર્યો અને શ્રી આત્માનંદ જેનશતાબ્દી સ્મારકના પ્રેરક આચાર્ય શ્રીવલ્લભસૂરીશ્વરજીએ આ પ્રયત્નને પ્રોત્સાહન આપ્યું. તેના પરિણામે શ્રી હેમચંદ્રાચાર્યના સાધક જીવન અને વાત્મય -ઉપાસનાનાં પરિચાયક એવાં બે સુન્દર પુસ્તકે ગુજરાતી જનતાને પ્રાપ્ત થાય છે.
એમાંનું પહેલું પુસ્તક જેનું નામ “કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્ય ” છે તે આ પૂર્વે પ્રકટ થઈ ગયું છે. તેના પ્રણેતા ગુજરાતના સુવિકૃત પ્રતિભાવાન વિચારક, અને સમર્થ લેખક શ્રીધૂમકેતુ છે. એ પુસ્તકમાં શ્રીધૂમકેતુએ પિતાની અનેખી શૈલીમાં કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્યના અસામાન્ય સાધક જીવનને જે સુંદર અને સર્વગ્રાહી પરિચય કરાવ્યો છે, તે ગુજરાતી વાહ્મયમાં ચિરસ્થાયી સ્થાન પ્રાપ્ત કરશે.
શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યે આજીવન કરેલી અદ્વિતીય વાલ્મય ઉપાસનાનો સુન્દર અને સર્વગ્રાહી પરિચય કરાવનાર બીજું પુસ્તક તે પ્રસ્તુત હમસમીક્ષા. આ સમીક્ષાના લેખક શ્રીયુત મધુસૂદન મોદી પિતાના વિષયના ઉત્તમ પંડિત, પ્રામાણિક વિવેચક, પ્રૌઢ લેખક, મર્મજ્ઞ અધ્યાપક અને ચિન્તનશીલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org