________________
(૧૬) શાંતિ (૧૭) કુથુ (૧૮) અર (૧૮) મલિલ (૨૦) મુનિસુવત (૨૨) નમિ (૨૨) નેમિ (૨૩) પાર્થ (૨૪) મહાવીર વતુરૂપે (દેહરૂપે) પરમાત્મા વિદ્યમાન ન હોવા છતાં બેધ-જ્ઞાન કે ઉપયોગરૂપે તે ધ્યાતાને તેમનું સાનિધ્ય અવશ્ય પ્રાપ્ત થાય છે.
પરમાત્માના નામે એ પરમ પાવનકારી અને પવિત્ર પદે હોવાથી તેના સમાલબનવડે ધ્યાતાને અનુક્રમે ચિત્તપ્રસાદ, બધિ અને સમાધિ પ્રાપ્ત થાય છે.
મંત્રાત્મક દેવતાવાદની પ્રથામાં મંત્ર અને દેવતાને અભેદ માનવામાં આવે છે. એ દષ્ટિએ પણ પ્રભુનું નામ મંત્રસ્વરૂપ હેવાથી પ્રભુ સાથે કર્થચિત્ અભેદ ધરાવે છે.
જિનાગમમાં પણ નામાદિ નિક્ષેપે અરિહંતના ચાર પ્રકાર બતાવ્યા છે. નામ એ વસ્તુનો જ પર્યાય છે.
પરમાત્માના નામમંત્રની ઉપાસના એ “પદસ્થ” ધ્યાન છે. તેના દ્વારા પરમાત્મા સાથે એકય સાધી શકાય છે.
પદના બે પ્રકાર છે સ્થૂલ અને સૂક્ષમ
પદ જ્યારે સ્થૂલ અવસ્થામાંથી સૂક્ષમ અવસ્થાને પ્રાપ્ત થાય છે ત્યારે તે દેવતા એટલે જ્યોતિ સ્વરૂપને પામે છે.
પદસ્થ ધ્યાનમાં પ્રથમ સ્થલ પદ એટલે કે વૈખરી અવસ્થાગત પદ અને મધ્યમ અવસ્થાગત પદનું આલંબન લઈને પછી સૂમપદ એટલે કે પથ્થતી અને પરાગત પદનું આલંબન લેવાનું હોય છે.
વૈખરી વાણીમાં વાચક પદનું આલંબન હેય છે. મધ્યમામાં વૈકલ્પિક (મનોગત વિક૯૫) પદનું આલંબન હોય છે અને તે આલંબન દ્વારા પશ્યન્તી અને પરા અવસ્થા પ્રગટે છે, ત્યારે નિવિક૯૫ ચિત્માત્ર સમાધિને અનુભવ થાય છે.
લેગસ્સસૂત્રમાં વીશ તીર્થંકર પરમાત્માના નામને નિર્દેશ છે. તેમ આ વલયમાં ત્રણે વીશીના તીર્થકરોના નામાક્ષરોને ન્યાસ કરવાનું વિધાન છે.
પૂર્વના વલમાં અક્ષર ન્યાસનું વિધાન હતું તેમ અહીં પણ પરમાત્માના નામાક્ષરોને ન્યાસ કરવાનું સૂચન છે તે પદસ્થ દયાનના મહત્તવને બતાવે છે.
પદથ ધ્યાનમાં અક્ષરન્યાસનું મહત્વ પ્રસિદ્ધ છે. જ્યારે વિધિપૂર્વક તીર્થકરોના નામેને વલયાકારે કે નાભિ આદિ સ્થાનમાં ન્યાસ કરી તેનું માનસિક સ્મરણ રટણ કરવા દ્વારા તેને મધ્યમામાંથી પશ્યનતી (આંતર) વણિીરૂપે બતાવવામાં આવે છે ત્યારે નિર્વિકલ્પ સમાધિ સુધી પહોંચાડે છે.
મંત્રશાસ્ત્રના જાણકારો તેની વિધિ આ પ્રમાણે બતાવે છે –
કઈ પણ મંત્રપદ પ્રથમ વિકલ્પ રૂપ હોય છે. (વિચાર રૂપ હોય છે.) સંકલાના યોગે તે વિકલ્પ અંતે વિમર્શરૂપતાને (પરામશપણાને પામે છે. વિમર્શ એ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org