________________
વિવેચન :- પ્રથમના અક્ષરવલમાં વિશેષ વ્યક્તિગત નામ વિના સામાન્યરૂપે અક્ષર, શુભાક્ષર વિગેરેના ન્યાસનું વિધાન કરવામાં આવ્યું છે. પ્રસ્તુતમાં ભાવતીર્થકરના વ્યક્તિગત વિશેષરૂપથી તેમના નામે લેખપૂર્વક તેમના નામના અક્ષરોને ન્યાસ કરવાનું વિધાન છે અને તે તેમના નામમંત્રનો અપૂર્વ મહામ્ય-પ્રભુનામનો મહિમા મહત્વ બતાવવા માટે છે
પ્રભુનામ સ્મરણ-ચિંતનને અદભૂત પ્રભાવ બતાવવા માટે જ “લેગસ સૂત્ર'માં વીશ તીર્થકર ભગવંતોની નામગ્રહણ પૂર્વક ભાવપૂર્ણ હતુતિ કરવામાં આવી છે. પાપક્ષય, અને બેધિ-સમાધિ પ્રાપ્તિ આદિના હેતુથી કરવામાં આવતા “કાર્યોત્સર્ગમાં લેગસ્સ સૂત્રનું સ્મરણ-ચિંતન કરવામાં આવે છે. તે સૂત્રનું બીજું નામ “નામતવ” પણ છે.
પ્રભુના નામરૂપ મંત્ર દ્વારા સાધકને પ્રભુનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે. નામ અને નામીને અભેદરૂપ સંબંધ હોય છે, નામ અને રૂપને પણ તે જ વિશેષ સંબંધ હોય છે. આ અપેક્ષાએ “નામ” નિત્ય અને અવિનાશી માન્યા છે. કારણ કે નામોને સંબંધ દ્રવ્ય સાથે છે. દ્રવ્યને સંબંધ ગુણ પર્યાય સાથે છે. દ્રવ્ય સદા માટે શાશ્વત હોય છે. નામવડે પ્રભુના શુદ્ધાત્મ દ્રવ્યનું મરણ થ ય છે. જે દ્રવ્ય અનંતગુણ અને પર્યાયનું ધામ છે. નિષ્કલંક અને નિરાવર્ણ છે.
- જિનેશ્વરોના નામ એ ચારે અનુગમાં મુખ્ય એ દ્રવ્યાનુયોગ છે. પ્રભુના નામોચ્ચારણની સાથે જ સાધકના હૃદયમાં પ્રભુની સાક્ષાત્ ઉપસ્થિતિને અનુભવ થાય છે.
ભૂતકાલીન ચોવીશ તીર્થકરેના નામ - (૧) કેવલજ્ઞાની (૨) નિર્વાણી (૩) સાગર (૪) મહાયશ (૫) વિમલ (૬) સર્વાનુભૂતિ (૭) શ્રીધર (૮) દત્ત (૯) દામોદર (૧૦) સુતેજ (૧૧) સ્વામી (૧૨) મુનિસુવ્રત (૧૩) સુમતિ (૧૪) શિવગતિ (૧૫) અસ્તાગ (૧૬) નિમીશ્વર (૧૭) અનિલ (૧૮) યશોધર (૧૯) કૃતાર્થ (૨૦) જિનેશ્વર (૨૧) શુદ્ધમતિ (૨૨) શિવકર (૨૩) ૫દન (૨૪) સંપ્રતિ છે
ભવિષ્યકાલીન ચોવીશ તીર્થકરોના નામ (1) પદ્મનાભ (૨) શુરદેવ (૩) સુપાઈ (૪) સ્વયંપ્રભ (૫) સર્વાનભુતિ (૬) દેવકૃત (૭) ઉદય (૮) પેઢાલ (૯) પિદિલ (૧૦) શતકીર્તિ (૧૧) સુવ્રત (૧૨) અમમ (૧૩) નિષ્કષાય (૧૪) નિપુલ્યક (૧૫) નિર્મમ (૧૬) ચિત્રગુપ્ત (૧૭) સમાધિ (૧૮) સંવર (૧૯) યશોધર (૨૦) વિજય (૨૧) મહલ (૨૨) દેવ (૨૩) અનંતવીય (૩૪) ભદ્રકૃત.
વર્તમાનકાલના ચાવીશ તીર્થકરોના નામ - (૧) ઋષભ (૨) અજિત (૩) સંભવ (૪) અભિનંદન (૫) સુમતિ (૬) પદ્મપ્રભ (૭) સુપ (૮) ચંદ્રપ્રભ (૯) સુવિધિ (૧૦) શીતલ (૧૧) શ્રેયાંસ (૧૨) વાસુપૂજ્ય (૧૩) વિમલ (૧૪) અનંત (૧૫) ધર્મ
૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org