SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ તાવિક પદમયી દેવતા છે. વિક૯પોના અનેક પ્રકાર છે. પ્રસ્તુત વલયમાં તીર્થકર પ્રભુના નામાક્ષરના ન્યાસ દ્વારા તેમના નામમંત્રમય વિક૯પ જ ઉપાદેય છે. સંજ૫નને અર્થ છે, પુનઃ પુનઃ મંત્રોચ્ચારણ. તે અર્થભાવનાથી યુક્ત જ હોય છે. સંજ૫થી ભાવ્યમાન વસ્તુ સ્પષ્ટ થાય છે. જ્યારે મંત્ર દેવતાનું અભેદ પ્રણિધાન પરાકાષ્ઠાને પામે છે, ત્યારે સંજ૯૫ સ્વયં ક્ષીણ થઈ જાય છે અને ભાવ્યમાન વસ્તુનચેયનો સાક્ષાત્કાર થાય છે. એટલે કે ભાવ્યમાન વસ્તુનું અવિક૯૫ (નિર્વિકલપક) જ્ઞાન “અથવા “ધ” કે “દર્શન વિશુદ્ધિ” “ઋતંભરા પ્રજ્ઞા પ્રાપ્ત થાય છે. સારાંશ એ કે એવા યાતાને તીર્થકર ભગવાનના ગુણ અને રૂપાદિકને સમ્યફ પ્રતિભાસ (સાચું અનુભવપૂર્વકનું જ્ઞાન) થાય છે. સંજ૫નો અભ્યાસી ભલે મંત્રનું કેવળ માનસિક રટણ કરતે હોય તે પણ સંજ૫થી સ્વાભાવિક રીતે અર્થનું જ્ઞાન થાય છે. અર્થના સાક્ષાત્કારને આધાર અવિકલ્પકશા ઉપર છે અને તે સંજ૯૫થી સહજ પ્રાપ્ત થાય છે. પ્રશરત વિક૯૫ને વારંવાર ઉત્પન કરવા રૂપ સંજ૯૫ના અભ્યાસથી વિક૯પ ક્ષીણ થતાં અંતે અવિકલ્પ શા પ્રાપ્ત થાય છે. નિર્વિકલપ સંવિત્ પશ્યન્તી અવસ્થામાં હોય છે. તેથી પદની પશ્યની અવસ્થાને પણ પદમયી દેવતા કહેવામાં આવે છે. - ૧ તાવિક મંત્ર તે તેને જ કહેવામાં આવે છે કે જે વિમર્શ (અવિકલ્પ સવિત) સ્વરૂપ હોવાથી દેવતાસ્વરૂપ હોય છે. એને જેમાં ઈષ્ટ દેવતાની (પરમાત્માની) સાથે અભેદ સધાયે હોય છે. તાત્વિક મંત્રને અવિક૯પક જ્ઞાનસ્વરૂપ માનવામાં આવે છે. મંત્રમય દેવતાને જ્યોતિરૂપ કહેવામાં આવે છે. મંત્રની શબ્દરૂપ (ઉચ્ચારણ કાળની માત્રાઓ રૂ૫) જે હેવ દીર્ઘ અને હુત અવસ્થાઓ છે, તેનાથી પર એવી જાતિયમતી અવસ્થા છે. એ અવસ્થા પણ બિટુ સ્થાનમાં જ પ્રાપ્ત થાય છે. બિન્દુસ્થાનમાં મંત્રનો પ્રવેશ થતાં જ રાગદ્વેષ મેળા પડી જાય છે. પ્રસાદ વધે છે અને મંત્રની તિરૂપતાને આવિર્ભાવ થાય છે. તેથી મંત્ર પિતે દેવતાના સ્વરૂપને ધારણ કરે છે અને યોગ તથા ક્ષેત્રને કરનારો થાય છે. આ રીતે મંત્ર વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ પ્રભુ નામ નામાક્ષરોને કેવો અજબગજબનો પ્રભાવ છે તે સ્પષ્ટ રીતે સમજી શકાય છે. १ सिद्धहेमव्याकरणन्यास. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001985
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKundkundacharya
PublisherDharmdhurandharsuri Samadhi Mandir
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, Principle, P000, & P001
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy