SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ તે પછી નપુંસકને અને પછી સ્ત્રીવેદને ક્ષય કરે છે. ત્યાર પછી હાસ્યાદિ પકને, પંવેદને, અને સંજવલન-ધ-માન-માયાને નવમાં ગુણસ્થાનક સુધી અન્ત કરે છે. અને તે પછી દશમા ગુણઠાણે સંજવલન લેભને ક્ષય કરે છે અને બારમે ગુણઠાણે નિદ્રાદ્ધિક, અંતરાય પંચક અને નવ આવરણને ક્ષય કરે છે એટલે ત્યાં કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. આત્મામાં પૂર્ણ જ્ઞાનપ્રકાશ ઝળહળી ઉઠે છે. શેષ કમપ્રકૃતિઓને ક્ષય ૧૪ માં ગુણસ્થાનકે શેલેશીકરણ દ્વારા કરીને આત્મા પરમપદને પ્રાપ્ત કરે છે. લવ” ધ્યાનમાં થતું કર્મોનું લવન-વિચ્છેદન એ પશમરૂપ છે. અને પરમલવમાં થતું કર્મલવન કર્મનિર્જરા એ ઉપશમ અને ક્ષય સ્વરૂપ છે. ઉપશમમાં મોહનીયની પ્રકૃત્તિઓને ઉપશાંત-થોડા સમય પુરતી તદ્દન દબાવી દેવામાં આવે છે. અને ક્ષયમાં આડે કર્મની પ્રકૃતિને મૂળથી નાશ કરવામાં આવે છે, અને ક્ષયે પશમમાં જ્ઞાનાવરણીયાદિ ચાર ઘાતિ કર્મોને ક્ષય અને ઉપશમ કરવામાં આવે છે, કર્મોના ઉપશમ અને પશમ બંનેમાં ઉદિત કમિશને ક્ષય અને અનુદિતકર્મા શનો ઉપશમ થતું હોવા છતાં બંને વચ્ચે તફાવત એટલો જ છે કે પશમમાં કર્મોને પ્રદેશદય ચાલુ હોય છે, જ્યારે ઉપશમમાં તે પણ ન હોવાથી તેની વિશુદ્ધિ ક્ષપશમ કરતાં અધિક હોય છે. આ રીતે આ લવ-પરમલવ ધ્યાન કે તેની પૂર્વના કે પછી ધ્યાનના સર્વ પ્રકારો એ કર્મોનો ક્ષય-ક્ષપશમના કે આત્મવિશુદ્ધિના જ ઘાતક બની રહે છે. લવમાં ક્ષોપશમભાવને ઉત્પન કરનારા અને પરમલવમાં ઉપશમભાવ તથા ક્ષાયિકભાવને ઉત્પન્ન કરનારા ધ્યાનનો સંગ્રહ થયેલ છે. તે ધ્યાનની વિશુદ્ધિ કે સામર્થ્ય આદિનું સ્વરૂપ ગુણસ્થાનક વિગેરેના ક્રમથી સમજવા માટે “ગુણસ્થાનકમારોહ” આદિ ગ્રંથનું ગુગમ દ્વારા અવગાહન કરવું જોઈએ, (૧૯) માત્રા - मात्रा द्रव्यत उपकरणादि परिच्छेदः भावतः समवसरणान्तर्गत सिंहासनोपविष्ट' देशनां कुर्वाण' तीर्थ करमिवात्मान' पश्यति ॥१९॥ ૬૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001985
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKundkundacharya
PublisherDharmdhurandharsuri Samadhi Mandir
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, Principle, P000, & P001
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy