SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમશ્રેણિમાં ધ્યાનની પ્રબળતાવડે મેહનીયકમને અતિમુહૂર્ત કાળ પ્રમાણે ઉદયમાં આવીને પોતાનું ફળ ન બતાવી શકે એવી રીતે ઉપશાંત એટલે બળહીન કરવામાં આવે છે. અને તે વખતે બીજી પણ કેટલીક પ્રવૃતિઓને બંધ વિચ્છેદ અને ઉદય વિચ્છેદ પણ તેટલા વખત સુધી થાય છે. ક્ષપકશ્રેણિ –ઉત્તમ સંઘયણવાળા, ચેથા, પાંચમાં, છઠ્ઠા, કે સાતમા ગુણસ્થાન કરતી મનુષ્યો જ ક્ષપકશ્રેણિને પ્રારંભ કરે છે. ઉપશમણિમાં મેહનીયની પ્રકૃતિનાં ઉદયને શાંત કરવામાં આવે છે પણ એની સત્તા તે કાયમ રહે છે, માત્ર અન્તર્મુહ સુધી પિતાનું વિગેરે દેખાડી નથી શકતી. જ્યારે ક્ષપકશ્રેણિમાં તે મેહનીય આદિ કર્મોની પ્રકૃતિનો મૂળથી નાશ કરવામાં આવે છે, તેમની સત્તા જ મટાડી દેવામાં આવે છે, જેથી તેમનો ફરીને ઉદય થવાનો ભય જ નથી રહેતું. આ કારણથી જ ક્ષપકશ્રેણિમાં પતનની સંભાવના નથી. ક્ષપકશ્રેણિમાં જે જે પ્રકૃતિએને ક્ષય થાય છે, તેના નામ અને ક્રમ આ પ્રમાણે છે. • સૌથી પ્રથમ અનંતાનુબંધી ચારે કષાયનો સમકાળે ક્ષય કરે છે. ૦ પછી મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક્ત્વ એ દર્શન મેહનીયત્રિકનો એકી સાથે ક્ષય કરે છે. કેઈક બદ્ધાયુ જીવ ઉપરોક્ત દર્શનસપ્તકને ક્ષય કરી અટકી જાય છે. આગળ ચારિત્રહનીય ક્ષય કરવા માટે પ્રયત્ન નથી કરત પરતુ અબદ્ધાયું તે શ્રેણિને સમાપ્ત કરીને કેવળજ્ઞાન અને અનુક્રમે મેક્ષને પ્રાપ્ત કરે છે. સમગ્રશ્રેણિને સમાપ્ત કરનાર ક્ષકને ત્રણ આયુષ્ય (દેવનરક-તિર્યંચાયુ)નો અભાવ સ્વતઃ હોય છે, અને પૂર્વોક્ત અનંતાનુબંધી અને દર્શનત્રિકનો ક્ષય ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનક સુધી અવશ્ય ક્ષય કરી દે છે. ત્યાર પછી અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય એ આઠ કષાયને ક્ષય કરવાને પ્રારંભ કરે છે. ત્યારબાદ તેને પૂર્ણ ક્ષય ન થાય તે પહેલાં એટલે વચલાગાળામાં એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય એ ચાર જાતિ, થીણુદ્વિત્રિક, ઉદ્યોત, તિર્યચકિક, નરકદ્વિક, સ્થાવર, સૂમ, સાધારણ અને આતપ એ સોળ નામકર્મની પ્રકૃત્તિઓને ક્ષય કરે છે. ત્યાર પછી અવશેષ આઠ કષાયને ખપાવે છે. અમુહૂર્ત કાળમાં જ આ સર્વ પ્રકૃત્તિઓનો ક્ષય કરે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001985
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKundkundacharya
PublisherDharmdhurandharsuri Samadhi Mandir
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, Principle, P000, & P001
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy