________________
(૧૭–૧૮) લવ-૫૨મલવ - लव :- द्रव्यतो दामादिभि शस्यादेल वनम् ।
भावतः कर्मणां शुभध्यानानुष्ठानलेवनम् ॥१७॥ परमलव :- उपशमशेणि क्षपकक्षेणी ।।१८।। અર્થ :
લવ - દાતરડા વિગેરેથી ઘાસ આદિનું જે કાપવું તે “ટ્રવ્યથી લવ” છે. શુભધ્યાન અને શુભ અનુષ્ઠાનવડે કર્મોને છેદવા તે “ભાવથી લવ” છે. પરમલવ :- ઉપશમણિ તથા ક્ષપકશ્રેણિ “પરમલવ' છે.
વિવેચન :- 'લવ' યાન એ કર્મોને કાપવાની પ્રક્રિયા છે, જેમ દાતરડાવડે ધાન્ય વિગેરેની કાપણી થાય છે, તેમ શુભ ધ્યાન આદિ સદનુષ્ઠાને વડે અશુભકરૂપ ઘાસ કપાય છે.
તારા દ્વારા કાયોત્સર્ગમાં નિશ્ચલદષ્ટિ અને “લયરવડે પરમાત્મામાં મનની તન્મયતા થવાથી પુષ્કળ પ્રમાણમાં કર્મોને ઉપશમ અથવા ક્ષય-મૂળથી ઉછેદ થાય છે.
કર્મોનો ક્ષય અને ઉપશમવાળી અવસ્થાને જ “લય” અને “પરમલય” દ્વારા બતાવવામાં આવી છે.
આ દયાનમાં વીર્યશક્તિનું અત્યંત પ્રાબલ્ય હોય છે. તેના તારતમ્ય પ્રમાણે ઉત્તરોત્તર આત્મવિશુદ્ધિમાં તારતમ્ય આવે છે, અને તેને સ્પષ્ટ ખ્યાલ ઉપશમ શ્રેણિ અને ક્ષપકણિ દ્વારા કર્મપ્રકૃતિ આદિ ગ્રંથમાં આપવામાં આવ્યો છે. તેને સંક્ષિપ્ત સાર નીચે મુજબ છે.
કર્મના મુખ્ય આઠ પ્રકાર છે. તેમાં મેહનીયકમ સર્વ કર્મોમાં મુખ્ય છે. તેનું જેરપ્રભાવ ઘટાડયા વિના હકીકતમાં આત્માને વિકાસ થઈ શકો જ નથી. મેહનીયમના પેટા ભેદ ૨૮ છે તેની વિશેષ માહિતી કર્મગ્રંથ” આદિ ગ્રંથ દ્વારા સમજી લેવી. કરતુતમાં તે કર્મને ક્ષય અને ઉપશમ (એટલે કે “ઉદયમાં આવેલા કમંદલિકને ક્ષય અને સત્તામાં રહેલાં કર્મ દલિકને ઉપશમ) કયા ક્રમે થાય છે. તે જણાવવા દ્વારા આત્મવિશુદ્ધિનાં તારતમ્યને ખ્યાલ આપવાનો છે, જેથી લવ અને પરમલવ ધ્યાનનું કાર્ય જે કર્મનો લવ-વિચ્છેદ છે તેને સ્પષ્ટ રીતે બંધ થાય.
જ્ઞાનાવરણીય આદિ મુખ્ય આઠ પ્રકારના કર્મોમાંથી ઉપશમ માત્ર મેહનીયકમને જ થાય છે.
મેહનીયકમની ઉત્તર પ્રવૃતિઓ-પટાભેદો ૨૮ પ્રકારના હોવાથી તેનાં ઉપશમક્રમને એક પછી એક-ક્રમિક રીતે થતા ઉપશમને “ઉપશમશ્રેણિ” કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org