SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ આ અનાહતનાદની સ્પષ્ટ અભિવ્યક્તિ આ રીતે મંત્ર કે ધ્યાન સાધનાદિ દ્વારા ક્રમે ક્રમે થાય છે, તેની પૂર્વે ધ્યાનાભ્યાસ કાળમાં પણ જેમ જેમ ઇંડા અને પિંગલાની ગતિ મંદ થતી જાય તેમ તેમ વિવિધ પ્રકારની મધુર ધ્વનિઓ શરીરમાં સંભળાય છે. તે હોવાથી તેને પણ “અનાહતનાદ’ કહી શકાય છે. અનાહત શું છે? અનાહતનાદ એ પ્રશસ્ત ધ્યાનના સતત અભ્યાસ દ્વારા પ્રગટતી એક મહાનશક્તિ છે. આત્મ સાક્ષાત્કારને ઘાતક છે. અનાહતનાદના પ્રારંભથી સાધકને આત્મદર્શન થવાની પૂર્ણ શ્રદ્ધા પ્રગટે છે. તેનો પ્રારંભ સવિકલ્પ યાનના સતત અભ્યાસથી થાય છે, અને તે વખતે ધ્યાતા ધ્યેય અને ધ્યાનની એકતા સિદ્ધ થાય છે. અનાહતના મધુર ધ્વનિના શ્રવણથી સાધકનો આત્મા અદ્દભુત અનુભવે છે. परमानन्दास्पदं सूक्ष्म लक्ष्यं स्वानुभवात् पर। अधस्तात् द्वादर्शातस्य ध्यायेन्नादमनाहतम् ॥ પરમાનંદનું સ્થાન, અત્યંત સુકમ. સ્વાનુભવગમ્ય, અને અનુપમ એવા અનાહત નાદનું ધ્યાન બ્રહ્મરદ્મની નીચે હમેશા કરવું જોઈએ. - અવિચ્છિન્ન તેલની ધારા જેવા, મેટા ઘંટના રણકાર જેવા, પ્રણવનાદ (અનાહતનાદ) ના લયને જે જાણે છે, અનુભવે છે. તે સાચે મને જાણકાર છે. અનાહતનાદને ઘંટનાદ સાથે સરખાવવાનું કારણ એ જ છે કે..બંટના ધીમે ધીમે શાંત થઈને અને અત્યંત મધુર બને છે. તેમ અનાહતનાદ પણ ધીમે ધીમે શાંત થતો અને છેવટે અત્યંત મધુર બનતે આત્માને અમૃતરસને આસ્વાદ કરાવે છે. મંત્રની દષ્ટિએ અનાહત : યંત્રની દૃષ્ટિએ અનાહતનું ભિન્ન ભિન્ન આકારમાં આલેખન જોવા મળે છે. છે ઘટિત, હું ઘટિત, શુદ્ધ ગેલાકાર રેખાય, લંબગોળાકાર રેખાદ્વય, ચતુષ્કોણાકાર રેખાદ્રય, અનેક રેખારૂપ અને અર્ધચંદ્રાકાર વિગેરે આકારરૂપે અનાહત ભિન્ન ભિન્ન યંત્રોમાં આલેખિત થયેલ છે. મહાપ્રભાવી શ્રી સિદ્ધચક્રયંત્રમાં પણ ત્રણ સ્થળે અનાહતનું આલેખન કરવામાં આવ્યું છે. (૧) પ્રથમ વલયની કર્ણિકામાં કેન્દ્રસ્થાને રહેલા “અહ”ને ચારે બાજુ છે હીં" સહિત વર્તુલાકારે અનાહતનું વેસ્ટન છે. ' (૨) દ્વિતીય વલયમાં સ્વરાદિ આઠ વર્ગો અનાહતથી વેષ્ટિત છે. કક ગપ્રદીપ ક નં. ૧૧૫, ૧૧૬, ૧૧૭ પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001985
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKundkundacharya
PublisherDharmdhurandharsuri Samadhi Mandir
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, Principle, P000, & P001
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy