________________
વાણીને સૃષ્ટિક્રમ અને નાદ છે
ચારે પ્રકારની વાણીનું મૂળ પણ પ્રાણવૃત્તિરૂપ નાદ છે.
વૈખરી, મધ્યમા, પશ્યતિ અને પરા આ વાણીના ચાર પ્રકાર છે. વાણીની ઉત્પત્તિ ઉકમમાંથી થાય છે, અર્થાત્ પરામાંથી પશ્યતિ, પશ્યતિમાંથી મધ્યમાં અને મધ્યમામાંથી વૈખરીમાં જતાં અષ્ટવર્ગ અને તેમાંથી સર્વ માતૃકાઓ ઉત્પન્ન થાય છે. વાણીનો આ સૃષ્ટિ (સર્જક) કમ છે. બધા વર્ણો અવિભક્તરૂપે નાદમાં વિદ્યમાન હોય છે. તેથી જ નાદને વર્ણોત્પત્તિનું મૂળ કારણ કહે છે. અને કારણમાં કાર્યો ઉપચાર કરીને આ નાદને જ વણું પણ કહેવામાં આવે છે. સાધના કમ અને નાદ :
સાધનાક્રમમાં શબ્દની સંહારાત્મક ગતિ છે, એટલે કે વૈખરીથી પરા તરફની ગતિ છે. વૈખરીમાંથી મધ્યમામાં, મધ્યમામાંથી પશ્યતિ અને પશ્યક્તિમાંથી પરામાં પહોંચવું પડે છે. વૈખરીથી પરા તરફની ગતિને પ્રત્યાહાર પણ કહેવામાં આવે છે.
મુખથી ઉચ્ચારણ અને કાનથી શ્રવણ થઈ શકે તે શબ્દની વૈખરી અવસ્થા છે. શબ્દ જાપ વૈખરી દ્વારા થાય છે, મંત્રસાધનાને પ્રારંભ વખરીથી જ થાય છે. તેના દીર્ઘકાલીન અભ્યાસ વડે જાપની એવી અવસ્થા પ્રાપ્ત થાય છે, કે ઉચ્ચારણ વિના જ સ્વયં મંત્રનો જાપ ઉદયમાં ચાલ્યા કરે છે. તે સમયે સાધક સ્વયં મંત્રનો ધ્વનિ સાંભળી શકે છે. તેને મંત્રએતન્યને પૂર્વાભ્યાસ કહી શકાય,
- સામાન્ય રીતે જીવોના પ્રાણ વક્રગતિવાળા હોય છે. એટલે કે ઈડા અને પિંગલાનાડીમાં વહેતા હોય છે. તે વખતે પ્રાણ અને અપાનવાયુની ગતિ વિરુદ્ધ હોય છે, પરંતુ સાધના દ્વારા જ્યારે પ્રાણ અને અપાનવાયુનું સામ્ય પ્રાપ્ત થાય છે, ત્યારે સુપ્ત કુંડલિની જાગૃત થવાથી પ્રાણુ અને મન બને નિર્મળ બને છે. મન અને વાયુના ઉર્વમુખી ગમનધી પ્રાણ શક્તિ-કુંડલિની અનાહતનાદરૂપે ઊર્ધ્વગતિ કરે છે.
નાદનું અધિષ્ઠાન સુષમ્યા છે. નાદરૂપને પ્રાપ્ત થયેલી કુંડલિની–પ્રાણશક્તિ સુષુસ્સામાં પ્રવેશી નાભિ + આદિ ગ્રંથિઓને ભેદીને ઉપર જાય છે, અને અંતે બ્રહ્મરંધ્રમાં લીન બને છે. આ નાદને અવ્યક્ત-સુસુમવનિ કે અક્ષર કહેવામાં આવે છે.
+ ग्रन्थीन् विदारयन् नाभि कन्दाइद् घण्टिकादिकान् ।
પુસૂમ દવનિના મુદય-રેતા | રા–અષ્ટમ . (શ્લેક-૧૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org