________________
અર્થ - તિના બે પ્રકાર છે. (૧) દ્રવ્ય જ્યોતિ અને (૨) ભાવ જ્યોતિ
દ્રવ્ય જ્યોતિ - ચંદ્ર, સૂર્ય, મણિ. દીપક તથા વિજલી વિગેરે દ્રવ્યથી જ્યોતિ છે.
ભાવતિ :- દયાનાભ્યાસથી જેનું મન લીન થયું છે, તેવા મનુષ્યોને ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ સંબંધિ બાદ્ય વસ્તુઓને સૂચવનારો જે વિષય પ્રકાશ ઉત્પન્ન થાય છે. તે ભાવથી જોતિ છે.
વિવેચન – જ્યોતિનું ધ્યાન પણ અત્યંત મહત્ત્વપૂર્ણ અને રહસ્યમય છે. જ્યોતિના સ્વરૂપનું સ્પષ્ટીકરણ થવાથી તેના ચિંતન અને ભાવનાના અભ્યાસી સાધક સ્વયં સમજી શકે છે.
બાહ્ય દષ્ટિથી દેખાતી જાતિ તે દ્રવ્ય જ્યોતિ છે. ચંદ્ર, સૂર્ય-મણિ, દીપક, વીજળી આદિને પ્રકાશ બાહ્ય આંખેથી જોઈ શકાય છે.
દ્રવ્ય જાતિનું ધ્યાન પણ ભાવ જાતિના ધ્યાનમાં આલંબન ભૂત બને છે. પ્રસન્નચંક, રાજર્ષિએ સૂર્ય સન્મુખ દષ્ટિ રાખીને ધ્યાન કર્યું હતું. તે વાત તેમના દષ્ટાંતમાં છે.
ભાવતિ ધ્યાનના અભ્યાસ વડે મન આત્માદિ તત્વના ચિંતનમાં અત્યંત લીન બને છે ત્યારે ભૂત-ભાવિ અને વર્તમાનકાલીન બાહ્ય વરતુઓને સૂચવનારો-જાવનારે જે જ્ઞાન પ્રકાશ સાધકના હૃદયમાં પ્રગટે છે, તે ભાવતિ છે આ ધ્યાન યોગીઓને અનુભવ ગમ્ય હોય છે.
અધ્યાત્મ સારમાં કહ્યું છે :
# પ્રશસ્ત આલંબન ધ્યાનને વારંવાર અભ્યાસ કર્યા પછી મનને ક્ષણવાર નિરલંબન કરવું. એમ વારંવાર અભ્યાસ કરવાથી નિરાલંબન ધ્યાન પરિપકવ બની જશે. પછી કોઈપણ એક પદાર્થનું આલંબન લઈ, બીજા બધા જ વિચારો-વિક છેડી દઈએ ત્યારે ઈધન વિનાના અગ્નિની જેમ ચિત્ત અત્યંત શાંત બની જાય છે. મન શાંત બની જવાથી આત્માની સહજ શાંત જ્યોતિ પ્રગટે છે અને આનાદિની અવિદ્યાને અંધકાર નષ્ટ થઈ જાય છે મોહ વિલય પામે છે.
ઈહિ અધ્યાત્મ સાર અનુભવ સ્વરૂપ લેક નં.-૧૫ થી ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org