SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ “આ અહને આશ્રય લઈને અન્ય દર્શનકારોએ સાડાત્રણ માત્રાવાળી કલા, નાદ, બિન્દુ અને લય-ગ કહ્યા છે. અર્થાત્ પરદર્શનમાં અત્યંત પ્રસિદ્ધ કુંડલિની યોગ, નાદાનું સંધાન યોગ, લયયેગ વિગેરે “અહ”ની ધ્યાન પ્રક્રિયાના જ અંગો હોવાથી તેમાંથી જ નીકળેલા છે. ચોગ શાસ્ત્રનાં અષ્ટમ પ્રકાશમાં બતાવેલી “અહ”ની ધ્યાત પ્રક્રિયામાં પણ નાદ, બિન્દુ, કલા સંબંધી વિશેષ માહિતી આપેલી છે. (૬) પરમકલાઃ परमकला या सुनिष्पन्नत्वादभ्यासस्य स्वयमेव जागर्ति', यथा चतुर्दश पूर्विण महाप्राणां ध्याने ॥६।। અર્થ : અભ્યાસ સુનિધ્યન-સિદ્ધ થવાથી જે (સમાધિ) પિતાની મેળે જ જાગૃત થાય છે, ઉતરી જાય છે તે “પરમકલા છે. જેમ ચોદપૂર્વધરને મહાપ્રાણ ધ્યાનમાં થાય છે. વિવેચન – ધ્યાનના સતત અભ્યાસ દ્વારા કળા ધ્યાનની સિદ્ધિ પ્રાપ્ત થઈ ગયા પછી જ્યારે તેનું જાગરણઅવતરણ આપોઆપ થવા લાગે છે. એટલે કે બીજાની મદદ વિના સ્વયં ઉતરી જાય છે ત્યારે તે કલા (કુડલિની કે સમાધિ) પરમ પ્રકર્ષ કેટિએ પહોંચે છે. - કલા ધ્યાન પણ સમાધિરૂપ હોવાથી દીર્ધકાળના થાનાયાસથી તે સિદ્ધ થાય છે. અને તેના ફળરૂપે આ “પરમકલા' રૂપ સમાધિ દશા પ્રગટે છે. તેથી ધ્યાનની એક મહાન સિદ્ધિ તરીકે તેને અહીં નિર્દેશ થયે છે. “કલા પ્રાણ શક્તિરૂપ છે. અને “પરમકલા મહા પ્રાણ શક્તિરૂપ છે. ચૌદ પૂર્વધર મહાયોગી શ્રી ભદ્રબાહસૂરીશ્વરજી મહારાજે મહા પ્રાણ દયાનની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી, એ ઉલલેખ “ઉત્તરાધ્યયન” આદિ સૂત્રોની ટીકામાં જોવા મળે છે તેઓશ્રીએ નેપાળ દેશમાં બાર વર્ષની દીર્ઘ સાધના કરીને આ મહાન ધ્યાન સિદ્ધિ મેળવી હતી, જેના પ્રભાવે હજાર હાથી પ્રમાણુ શાહીથી લખી શકાય એવા વિશાલકાય “ચૌદ પૂર્વેને સ્વાધ્યાય પણ માત્ર અંતર્મુહૂર્ત બે ઘડી જેટલા ટૂંકા સમયમાં કરી શકાય તેવી તીવ્ર સ્મરણ શક્તિ પ્રાપ્ત થાય છે. અર્થાત્ અલ્પ સમયમાં સંખ્યાબંધ સૂત્રોનું સ્મરણ કરી શકવાની ક્ષમતા આ મહા પ્રાણ દયાનના પ્રભાવે છે એટલું જ નહીં પણ સિદ્ધિ અને સમાધિની–પરમોચ્ચ કક્ષાએ પણ આ કલા અને પરમકલાના દીર્ઘકાલિન અભ્યાસથી સહજમાં પ્રાપ્ત થાય છે एत्तदेव समाश्रित्य, कलाह्यर्ध चतुर्थिका .. ના ચિન્હ ૪૨ વેરિ, વર્તિતા જાવામિ (નમસ્કાર સ્વાધ્યાય સંસ્કૃત પૃ. ૨૪) ૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001985
Book TitleDhyanavichar
Original Sutra AuthorN/A
AuthorKundkundacharya
PublisherDharmdhurandharsuri Samadhi Mandir
Publication Year
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Dhyan, Principle, P000, & P001
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy