________________
(૧) વાચના શિષ્ય વિગેરેને કેવળ કમ નિજાના હેતુથી સૂત્ર દાન કરવું. અધ્યાપન-વાંચન વિગેરે કરાવવું.
(૨) પૃચ્છના :-સૂત્ર અર્થમાં કઈ શંકા થતાં ગુરૂને પુછવું–શંકાનું નિરાકરણ કરવું.
(૩) પરાવર્તન :–અભ્યસ્ત સૂત્ર અર્થનું વિસ્મરણ ન થઈ જાય તથા વિશેષ કર્મ નિજા થાય એ હેતુથી તેને વારંવાર ઉચ્ચાર પૂર્વક મુખપાઠ કરે.
(૪) અનુપ્રેક્ષા –અવિસ્મરણ વિગેરેના હેતુથી મને મન સૂત્રાદિનું મરણ ચિંતન કરવું આ ચારે ઉપાયે કૃતધર્મને આશ્રયીને બતાવવામાં આવ્યા છે. તેના દ્વારા શ્રત ધર્મ પુષ્ટ બને છે.
(૫) સદધર્મ :–ચારિત્રનાં આવશ્યક કર્તવ્ય સામાયિક વિગેરે છે. આવશ્યક અને મુખ વસ્ત્રિકાદિનું પ્રતિલેખન વિગેરે સમગ્ર સાધુ સમાચારીનું નિરંતર વિધિપૂર્વક સેવન કરવું તે...સધર્મ–ચારિત્રનાં આવશ્યક કર્તવ્ય છે.
સામાયિકાદિ અને સધર્મ આવશ્યકાદિ આલંબને ચારિત્ર ધર્મને પુષ્ટ બનાવનારા છે.
આ રીતે મૃતધર્મ અને ચારિત્રધર્મનાં અવિરત અભ્યાસથી જ ધર્મધ્યાનનું સામર્થ્ય પ્રગટે છે.
જિનેશ્વર પરમાત્માએ બે પ્રકારના ધર્મને ઉપદેશ આપ્યો છે. શ્રત ધર્મ અને ચારિત્રધર્મ. આ બંને પ્રકારના ધર્મના અભ્યાસથી ચિત્તની નિર્માતા અને સ્થિરતા ઉત્પન્ન થાય છે.
ધર્મધ્યાનની પ્રાપ્તિ –વૃદ્ધિ અને શુદ્ધિ માટે શ્રત અને ચારિત્રધર્મને અભ્યાસ કરે એ અત્યંત જરૂરી ઉપાય છે. તેના વિના વાસ્તવિક ધર્મધ્યાન પ્રગટી શકતું નથી.
(૬) ધ્યાન પ્રતિ-પત્તિ-(પ્રાપ્તિ) નો ક્રમ :–
ધ્યાનાભ્યાસમાં સાધકે સૌ પ્રથમ મન ઉપર વિજય મેળવો અને પછી કાયા કે વાણી ઉપર મેળવવા જોઈએ, એ કઈ નિશ્ચિત કમ ધ્યાન સાધનામાં નથી પણ જે રીતે યોગેની-મન-વચન-કાયાની સ્વસ્થતા ટકી રહે, ક્રમે ક્રમે તેના ઉપર કાબૂ આવતા જાય તે રીતે સ્વસ્થતાપૂર્વક પ્રથમ મન ઉપર કે પ્રથમ કાયા કે વાણી ઉપર વિજય મેળવવા સાધકે પ્રયાસ કરે જોઈએ.
ત્રણે યોગની સ્થિરતા અને નિર્મળતાના લક્ષ્યપૂર્વક તે દિશામાં જેટલે ગ્ય પુરૂષાર્થ વધુ થાય એટલે ઝડપી વિકાસ ધ્યાન માર્ગે સાધી શકાય છે.
(૭) યાતવ્ય –ધર્મધ્યાનમાં ધ્યાન કરવા ગ્ય મુખ્ય પદાર્થો (વિષ) ચાર પ્રકારના છે. તેનું સ્વરૂપ સંક્ષેપથી અહીં બતાવવામાં આવે છે.
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org