________________
ઢગલાબંધ અશુભ કર્મોનું સર્જન કરાવી, દુઃખમય સંસારમાં દીર્ઘકાળ સુધી પરિભ્રમણ કરાવનાર આત અને રૌદ્રધ્યાન જ અનાદિ કાળથી કરતા આવ્યા છે. પરંતુ એ ધ્યાન અશુભ હેવાથી તે આત્માને અધોગતિ આપનાર બને છે. સતત ચાલતા આ અશુભ ધ્યાનના પ્રવાહને શુભમાં પરિવર્તિત કરવું એ જ માનવજીવનનું મહાન કર્તવ્ય છે.
આ અને રૌદ્રરૂપ અશુભ ધ્યાનને નિવારવા માટે ધર્મધ્યાનને સતત અભ્યાસ કરે જોઈએ. “કાંટાથી કાંટો નીકળે છે” એ ઉક્તિ અનુસાર અશુભ વિકલ્પ ચિન્તાએથી ઉત્પન્ન થતું દુર્બાન એ....શુભ વિકલ્પરૂપ ધર્મધ્યાનને અભ્યાસથી દૂર થઈ જાય છે.
ધર્મ ધ્યાનમાં પ્રધાન તથા જિનાજ્ઞાનું જગત, જીવ અને જિનેશ્વર પરમાત્માના સ્વરૂપનું ચિંતન કરવાનું હોય છે.
શાસ્ત્રીય પરિભાષામાં તેને આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિચય અને સંસ્થાન વિચય એવા નામથી ઓળખવામાં આવે છે.
(૧) આજ્ઞાવિચય ધ્યાનમાં પ્રભુની આજ્ઞા એ ધ્યેય છે. (૨) અપાયવિચય ધ્યાનમાં કષ્ટમય સંસાર પે ધ્યેય છે. (૩) વિપાકવિય ધ્યાનમાં કર્મોનું ફળ એ ધ્યેય છે અને.
(૪) સંસ્થાનવિય ધ્યાનમાં ચૌદ રાજલક અને...જીવાદિ વરૂદ્રવ્યનું સ્વરૂપ એ ધ્યેય છે.
આ ચારે પ્રકારનાં ધર્મધ્યાનનું સ્વરૂપ સંક્ષેપથી આ રીતે વિચારી શકાય છે. (૧) આજ્ઞા વિચય :
જિનેશ્વર પરમાત્માની આજ્ઞા શું છે? કેવી છે ? તેનું ચિંતન કરવું એ આજ્ઞાવિચય ધર્મધ્યાન છે. પ્રભુની મંગળ આજ્ઞાને ટુંકમાં આ રીતે વિચાર કરી શકાય છે.
- જિનેશ્વર પરમાત્માની આજ્ઞા (દ્વાદશાંગી) એ અત્યંત નિપુણ છે. કારણ કે તે... સૂક્ષ્મ દ્રવ્યાદિનું યથાર્થ સ્વરૂપ બતાવે છે, તથા સ્વ અને પરના કેવલજ્ઞાનાદિ ગુણોનું સ્વરૂપે પ્રકાશિત કરે છે.
૦ જિનેશ્વર પરમાત્માની આજ્ઞા શાશ્વત છે. –અનાદિ-નિધન છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ દ્વાદશાંગી ને કેઈ કાલે પણ નાશ થતો નથી. અર્થાત સર્વદા વિદ્યમાન હોય છે.
૦ જિનેશ્વરની આજ્ઞા સર્વ જીવોની પીડાને દૂર કરનારી અને તેમનું હિત કરનારી છે. “સર્વ જીવોને હણવા નહિ” એ આજ્ઞાના પાલનથી અનંતા એ સિદ્ધપદ મેળવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org