________________
અભ્યાસથી ધ્યાનની યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ. અર્થાત્ વૈરાગ્ય ભાવથી વાસિત બની જ્ઞાનાચાર દર્શનાચાર અને ચારિત્રાચારના સતત આસેવન અભ્યાસ વડે ધ્યાનની યોગ્યતા પ્રગટાવવી જોઈએ. ધ્યાન યોગ્ય સ્થાનનો નિયમ :
(૨) મુનિને રહેવાનું સ્થાન હંમેશ માટે સ્ત્રી, પશુ, નપુંસક અને ઘતકાર જુગારીથી રહિત નિર્જન હોવું જોઈએ. તેમાં પણ ધ્યાન સમયે તે પવિત્ર અને શાંત સ્થાન હોવું અત્યંત જરૂરી છે. કેમકે કેગના નવા અભ્યાસને અન્ય સ્થાનોમાં ધ્યાનની સાધના થઈ શકતી નથી. સ્થાનને અનિયમ :–
નિષ્પન્ન-પરિણત યોગી માટે ઉપરોક્ત સ્થાનનો નિયમ લાગુ પડતો નથી. અર્થાત જે મુનિઓ સ્થિર સંહનન વાળા અને મહાન વૈર્યશાળી હોય છે, તથા જેમને જ્ઞાનાદિ ચાર ભાવનાઓ છે. સત્તાદિ પાંચ ભાવનાએ અત્યંત ભાવિત બનાવી હોય છે, અને જેમનું મન અત્યંત નિશ્ચલ હોય છે, તે મુનિઓને તે...જનાકુલ ગામનગરમાં કે... નિર્જન અરણ્યવાસ બંને સમાન હોય છે. કારણ કે પરિણત હવાથી નગરમાં કે જંગલમાં સર્વત્ર તેઓ સમાનભાવ જાળવી શકે છે. નવા સાધકે માટે સ્થાનનો નિયમ :
પણ નૂતન અભ્યાસ માટે તે સ્થાનને નિયમ આવશ્યક છે. એમના માટે તે એવું સ્થાન હોવું જરૂરી છે કે જયાં મન-વાણી કે કાયા અસ્વસ્થ ન બને, પણ તેની સમતુલા જળવાઈ રહે. તેમજ જ્યાં બેસવાથી કેઈ પણ જીવને પીડા ન થતી હોય અને તેમજ જે સ્થાનમાં જીવહિંસા, અસત્ય, ચોરી, ભોગ અને પરિગ્રહાદિ દોષે ન સેવાતા હોય તેવું એકાન્ત અને પવિત્ર સ્થાન પસંદ કરવું જોઈએ.
વાણી અને કાયાની સ્વસ્થતા મનની સ્થિરતામાં સહાયક બને છે. તેમજ વાચિક અને કાયિક ધ્યાન પણ તેનાથી સુખે સિદ્ધ થઈ શકે છે, માટે ધ્યાનાથી એ હિત-મિત પષ્યવાણી અર્થાત્ મૌન તેમજ કાયાની સ્થિરતા માટે પણ ખ્ય કેળવણી મેળવવી જોઈએ. (૩) કાળની અનિયતતા :
ધ્યાન કયા સમયે કરવું એ પ્રશ્ન પણ સાધક માટે સહજ છે. પરંતુ જ્ઞાની મહાપુરૂએ એ માટે કેઈ નિયત-અમુક સમય નકકી નથી કર્યો પણ જે સમયે મન-વચન કાયાની સ્વસ્થતા જળવાઈ રહે તે સમય ધ્યાન માટે ઉચિત ગણે છે...દિવસે, સન્ધાએ, રાત્રિએ કે તેના અમુક ભાગમાં જ ધ્યાન કરવું એ સિવાય નહીં એવો કોઈ નિયત સમય જિનેશ્વર ભગવંતએ બતાવ્યું નથી.
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org