________________
અથવા હિંસા, અસત્ય, ચેરી, ભોગ અને તેનાં માટે ધન-ધાન્યાદિને સંગ્રહ પિતે કરે, બીજા પાસે કરાવે અને હિંસાદિ કરનારાઓની પ્રશંસા કરે, તે સમયે હિંસાદિ વિષયક જે ચિન્તા વિચારણા હોય છે. તે અત્યંત સંકલેશજનક હોવાથી તેને રૌદ્રધ્યાન કહેવાય છે.
ભૂખ-તરસ આદિના કારણે કે કીડા ખાતર પણ કેટલાંક -બીજાના પ્રાણ લેતા પણ અચકાતા નથી. પોતાના લેશમાત્ર-ક્ષણિક સુખ-આનંદ ખાતર બીજા સેંકડે-હજારે છની કતલ કરી નાખે છે, આ રીતે બીજા ને નિર્દયતા પૂર્વક પીડા આપતી વખતે કે એમના પ્રાણને નાશ કરતી વખતે જે અતિ સંફિલષ્ટ પરિણામ થાય છે–એ રૌદ્રધ્યાન છે.
આ રૌદ્રધ્યાન અવિરતિ અને દેશવિરતિને હોય છે. અર્થાત્ પ્રથમ ગુણસ્થાનકથી પાંચમા ગુરથાનકની ભૂમિકા સુધી હેઈ શકે છે. ત્યાર પછી તે નહિ જ.. રૌદ્રધ્યાન સમયે લેશ્યા પણ અત્યંત (કૃષ્ણ-નીલ-અને કાપિત) હોય છે.
રૌદ્ર ધ્યાનમાં બીજા ને પીડા–દુઃખ આપવાની ભાવના અધિકાર હોય છે, તેથી... એ અત્યંત અશુભ છે, જીવને દુર્ગતિ નરક ગતિમાં લઈ જનાર છે. અને સંસારની પરંપરા વધારનાર છે. રૌદ્રધ્યાનનાં ચિન્હ :
ચિંતા-ધ્યાન-વિચાર એ માનસિક વ્યાપાર છે. એટલે મનમાં કયા વિચારોની અધિકતા-પ્રબલતા છે. અર્થાત્ કયું ધ્યાન વતે છે. એની પ્રતીતિ માણસની પ્રવૃત્તિ ઉપરથી થઈ શકે છે.
(૧) હિંસા જૂઠ આદિ પાપનું વારંવાર સેવન. (૨) આંખ ફડવી કે ચામડી કાપવી આદિદ્વારા બીજા ને તીવ્ર પીડા આપવી. (૩) હિંસાદિ પાપનું જીવનભર આચરણ કરવા છતાં.........અંતિમ ક્ષણોમાં પણ
સાચે પશ્ચાતાપને ભાવ ન પ્રગટ. (૪) નિર્દયતા બીજાની અપત્તિ-પીક–વેદના જોઈ હર્ષ થ. (૫) હિંસા--જુઠ આદિ પાપિ સેવી રાજી થવું. (૬) આલેક કે પરલેકનાં દુઃખોને લેશમાત્ર પણ ભય ન રાખ.
આવા પ્રકારની પ્રવૃત્તિથી રૌદ્રધ્યાન અને તે ધ્યાન વાળા જીવને ઓળખી શકાય છે. અશુભ ધ્યાનની મર્યાદા :–
જીવને અનાદિ કાળથી આ અને રૌદ્રધ્યાનનો અભ્યાસ છે એટલે એનું નિવારણ કરવું એ અત્યંત કઠિન કામ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org