SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ ५०६ चरणानुयोग से णं परो णावागतो णावागयं वदेज्जा "आउसंतो समणा ! एते ता तुमं णावं उक्कसाहि वा, वोक्कसाहि वा खिवाहि वा, रज्जूए वा, गहाय आकसाहि ।" णो से तं परिण्णं परिजाणेज्जा, तुसिणीओ उवेहेज्जा । नौका विहार विधि-निषेध – से णं परो णावागतो णावागतं वदेज्जा “आउसंतो समणा ! णो संचाएसि तुमं णावं उक्कसित्तए वा, वोक्कसित्तए वा खिवित्तए वा, रज्जूए वा, गहाय आकसित्त" आहर एयं णावाए रज्जुयं सयं चेवं णं वयं णावं उक्कसिस्सामो वा जाव - रज्जुए वा गाहाय आकसिस्सामो । णो से तं परिण्णं परिज्जाणेज्जा, तुसिणीओ उवेहेज्जा । से णं परो णावागतो णावागयं वदेज्जा “आउसंतो समणा ! एतं ता तुमं णावं अलित्तेण वा पिट्टेण वा, वंसेण वा, वलएण वा, अवल्लएण वा वाहेहि ।” णो से तं परिण्णं परिज्जाणेज्जा । तुसिणीओ उवेज्जा । से णं परो णावागतो णावागयं वदेज्जा “आउसंतो समणा ! एतं ता तुमं णावाए उदयं हत्थेण वा, पाएण वा, मत्तेण वा, पडिग्गहेण वा णावा उस्पिचणएण वा उस्सिचाहि ।” णो से तं परिण्णं परिजाणेज्जा । तुसिणीओ उवेहेज्जा । से णं परो णावागतो णावागयं वएज्जा - "आउसंतो समणा ! एतं ता तुमं णावाए उत्तिंगं हत्थेण वा, પાા વા, બાદુળા વા, પુરા વા, ૩વરે વા, सीसेण वा, कारण वा, णावाउस्सिचणएण वा, चेलेण વા, મક્રિયા વા, સપત્તળ વા, ઝુવિદ્રેશ વા, पिहि ।” णो से तं परिण्णं परिजाणेज्जा । तुसिणीओ उज्जा । Jain Education International से भिक्खू वा भिक्खुणी वा णावाए उत्तिंगेण उदय आसवमाणं पेहाए, उवरूवरिं णावं कज्जलावेमाणं पेहाए, णो परं उवसंकमित्तु एवं बूया "आउसंतो गाहावति ! एतं ते णावाए उदयं उत्तिंगेणं आसवति, उवरूवरिं वा णावा कज्जलावेति । एतप्पगारं मणं वा वायं वा णो पुरतो कट्टु विहरेज्जा ।” = सूत्र ९७१ તે નૌકા પર સ્થિત કોઈ (નાવિક) નૌકામાં બેઠેલા સાધુને આ પ્રમાણે કહે કે, 'હૈ આયુષ્યમાન શ્રમણ ! આ નૌકાને આગળ ખેંચો કે પાછળ ખેંચો કે ચલાવો કે દોરડાઓ ખેંચો.' તો નાવિકના એવાં વચન સાંભળીને મુનિ લક્ષ ન આપે, પણ મૌન રાખી ઉપેક્ષા ભાવમાં બેસી રહે. નાવમાં બેઠેલા મુનિને નાવિક એમ કહે કે, 'આયુષ્યમાન શ્રમણ ! જો તમે નાવને ઉપર કે નીચે ખેંચી શકતા નથી કે રસ્સી પકડી નાવને યોગ્ય રીતે બાંધી શકતા નથી કે જોરથી કસી શકતા નથી તો નાવ ૫૨ રાખેલી રસ્સીને લાવી આપો, અમે પોતે જ નાવને ઉપરની તરફ ખેંચી લઈશું યાવત્ રસ્સીથી તેને જોરથી કસી લઈશું.' તો પણ સાધુ નાવિકના આ કથનનો સ્વીકાર ન કરે, પરંતુ મૌન ધરી ઉપેક્ષા કરી બેસી રહે. નૌકામાં બેઠેલા મુનિને નૌકામાં રહેલો નાવિક એવું કહે કે - 'આયુષ્યમાન શ્રમણ ! તમે આ નાવને હલેસાથી, પાટીયાથી, વાંસથી, વળીથી અથવા દોરડા આદિથી ચલાવો.’ તો મુનિ આ કથનનો સ્વીકાર ન કરે. પરંતુ મૌન થઈ બેસી રહે. નૌકામાં બેઠેલા મુનિને એવું કહે કે, - 'આયુષ્યમાન શ્રમણ ! નાવમાં ભરાયેલા પાણીને હાથથી, પગથી, વાસણથી, પાત્રથી અથવા કોઈ પણ સાધનથી ઉલેચી નાંખો.' તો સાધુ નાવિકના તે કથનનો સ્વીકાર ન કરે. પરંતુ મૌન રહે. જો નાવિક નૌકામાં બેઠેલા મુનિને એવું કહે કે - આયુષ્યમાન શ્રમણ ! આ નાવના છિદ્રથી પાણી ભરાઈ રહ્યું છે, તેને તમે હાથથી, પગથી, ભુજાથી, જંઘાથી, પેટથી, મસ્તકથી, શરીરથી અથવા શરીરના કોઈ પણ અવયવથી કે ઉપકરણોથી, વસ્ત્રથી માટીથી, ડાભથી અથવા કુરુવિંદ ઘાસથી ઢાંકી દો, બંધ કરી દો.’ તો સાધુ નાવિકનું તે કથન સ્વીકારે નહિં, પરંતુ મૌન રહી બેસી રહે. સાધુ અથવા સાધ્વી નાવના છિદ્રમાંથી ભરાતું પાણી જોઈને અને તે પાણીથી નૌકા હાલક ડોલક દેખી નાવિક અથવા બીજા કોઈ પાસે જઈને એમ ન કહે કે, 'આયુષ્યમાન ગાથાપતિ ! તારી આ નાવના છિદ્રમાંથી પાણી ભરાઈ રહ્યું છે અને નાવ ડૂબી રહી છે.' એવું જોવા છતાં પણ મન અને વચનથી ચિત્તને સંયમમાં રાખી વિચરણ કરે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy