SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ९०३ सुद्धे सिया जाए न दूसएज्जा, अमछते ण य अज्झोववण्णे । धिनिमं विमुक्के ण य पूयणट्ठी, न सिलोयकामी य परिव्वज्जा ।। निक्खम्म गेहाउ निरावकखी, कायं विओसज्ज नियाणछिष्णे । नो जीवितं नो मरणाभिकखी, चरेज्ज भिक्खू वलया विमुक्के || आरम्भ - परिग्रह त्यागी कर्म अन्तकर्ता ય. મુ. ૨, ૬. ૨૦, ૪. ૨૦–૨૪ आरम्भ-परिग्गहविरेओ कम्मंतकरो भवइ૨૦૨. ૨. દૂ વહુ રત્થા સારા સાિદા, સંતેતિયા समणमाहणा सारम्भा सपरिग्गहा, जे इमे तस - थावरा पाणा ते सयं समारम्भन्ति, अण्णेण वि समारम्भावेंति, अण्णं पि समारंभंतं समणुजाणंति । २. इह खलु गारत्था सारम्भा सपरिग्गहा, संतेगतिया समणमाहणा वि सारम्भा सपरिग्गहा, जे इमे कामभोगा सचित्ता वा अचित्ता वा ते सयं चेव परिगिण्हंति, अण्णेण वि परिगिण्हावेंति, अण्णं पि परिगिण्हतं समणुजाणंति । ३. इह खलु गारत्था सारम्भा सपरिग्गहा, संतेगतिया समणामाहणा वि सारम्भा सपरिग्गहा, अहं खलु अणारम्भे अपरिग्गहे । जे खलु गारत्था सारम्भा सपरिग्गहा, संतेगतिया समण माहणा वि सारम्भा सपरिग्गहा, एतेसिं चेव निस्साए बंभचेरं चरिस्सामो । ૫. સ્મ નું તે દેવું ? Jain Education International चारित्राचार ४७७ (ઉદ્ગમ, ઉત્પાત અને એષણા આદિ દોષોથી રહિત) શુદ્ધ નિર્દોષ આહારની પ્રાપ્તિ થવા પર સાધુ તેમાં રાગ-દ્વેષ કરીને ચારિત્રને દૂષિત ન કરે. (મનોજ્ઞ સરસ તેમ જ સ્વાદિષ્ટ આહારમાં) મૂર્છિત બની વારંવા૨ તેની અભિલાષા ન કરે. ધૈર્યવાન બને, બાહ્ય આત્યંતર પરિગ્રહથી વિમુક્ત બને તથા પોતાની પૂજા, પ્રતિષ્ઠા અને કીર્તિની કામના ન કરતાં શુદ્ધ સંયમનું પાલન કરે. વૈરાગી સાધક ગૃહત્યાગ કરીને પોતાના જીવનથી નિરપેક્ષ થઈ જાય, દેહ સંબંધી મમત્વનો ત્યાગ કરે, નિદાન એટલે તપશ્ચર્યા-સંયમ આદિનાં ફળની કામનાને છેદી નાંખે, જીવન અને મૃત્યુની આકાંક્ષા ન કરે. આ પ્રમાણે સંસારચક્રથી મુક્ત થઈ મુનિ (સંયમરૂપ સમાધિપથ ૫૨)વિચરે. આરંભ-પરિગ્રહનો ત્યાગી કર્મોનો અંત લાવે છેઃ ૯૦૩.૧. (ત્યાગી સાધક વિચાર કરે છે, કે) આ લોકમાં ગૃહસ્થ તો આરંભ અને પરિગ્રહથી યુક્ત હોય જ. પરંતુ કેટલાક શ્રમણ અને બ્રાહ્મણ પણ આરંભી અને પરિગ્રહી હોય છે. તે શ્રમણ બ્રાહ્મણ પણ ગૃહસ્થની જેમ ત્રસ અને સ્થાવર પ્રાણીઓનો સ્વયં આરંભ કરે છે, બીજા પાસે કરાવે છે, અને આરંભ કરનારની અનુમોદના કરે છે. ૨. આ સંસારમાં ગૃહસ્થ તો આરંભ-પરિગ્રહથી યુક્ત હોય છે જ, પરંતુ કોઈ કોઈ શ્રમણ અને બ્રાહ્મણ પણ આરંભ પરિગ્રહ યુક્ત હોઈ સચિત્ત અને અચિત્ત બંને પ્રકારનાં કામભોગોને સ્વયં ગ્રહણ કરે છે, બીજાને ગ્રહણ કરાવે છે અને ગ્રહણ કરનારનું અનુમોદન પણ કરે છે. ૩. (ત્યારબાદ એવું પણ વિચારે કે) આ લોકમાં ગૃહસ્થ તો આરંભી-પરિગ્રહી હોય જ છે, પરંતુ કેટલાક શ્રમણ-બ્રાહ્મણ પણ આરંભ અને પરિગ્રહથી યુક્ત હોય છે. (એવી સ્થિતિમાં આત્માર્થી ભિક્ષુ વિચાર કરે છે.) આરંભ પરિગ્રહ યુક્ત પૂર્વોક્ત ગૃહસ્થ તથા શ્રમણની નિશ્રામાં રહીને પણ હું તો આરંભ અને પરિગ્રહથી રહિત બ્રહ્મચર્ય (મુનિધર્મનું) આચરણ કરીશ. પ્ર. જો હું પણ આરંભ અને પરિગ્રહવાળા ગૃહસ્થની જેમ આરંભી અને અપરિગ્રહી શ્રમણ, બ્રાહ્મણોની નિશ્રામાં રહીને, બ્રહ્મચર્યનું પાલન કરું તો પછી આરંભ અને પરિગ્રહથી મુક્ત થવાનું પ્રયોજન શું ? For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy