________________
૪૩૬ चरणानुयोग घुवचारिणो कम्मरयं धुणंति૮૨૨. આયાળ મો ! મુલ્લૂસ મો! ભૂતવાર વેયિસમિ । इह खलु अन्तताए तेहिं तेहिं कुलेहिं अभिसे एण अभिसंभूता अभिसंजाता अभिणिव्वट्ठा अभिसंबुड्ढा अभिसंबुद्धा अभिणिक्खंता अणुपुव्वेण महामुणी ।
तं परक्कमंतं परिदेवमाणा मा णे चयाहि' इति ते વતિ ।
छंदोवणीता अज्झोववण्णा अक्कंदकारी जणगा વ્રુતિ 11
अतारिसे मुणी ओहं तरए जणगा जेण विप्पजढा ।
सरणं तत्थ णो समेति । किह णाम से तत्थ रमति ।
एतं गाणं सया समणुवासेज्जासि ।
सामण्ण-रहिया समणा८२४. जे धम्मलद्धं विणिहाय भुंजे,
ध्रुवचारी कर्मरज नाशकर्ता
આ. સુ. ૬, ૭. ૬, ૩. ૬, મુ. ૨૮-૮૨
वियडेण साहद्ध य जो सिणाति । जो धोवति लूसयती व वत्थं, Miss से णागणिस्स दूरे ।।
कम्मं परिणाय दगंसि धीरे, वियडेण जीवेज्ज य आदिमोक्खं । से बीय-कंदाति अभुंजमाणे, विरते सिणाणादिसु इत्थियासु ।।
जे मायरं पियरं च हेच्चा
गारं तहा पुत्त पसुं धणं च । कुलाई जे धावति सादुगाई, ress से सामणिस्स दूरे ।।
Jain Education International
- સૂય. સુ. , અ. ૭, ગા. ૨૨-રરૂ
सूत्र ८२३-२४
ધ્રુવચારી કર્મરજને ખંખેરે છે ઃ
૮૨૩. હે મુનિ ! સાંભળો અને સમજો ! હું તમને કર્મક્ષયનો ઉપાય બતાવું છું. આ સંસારમાં કેટલાક જીવ પોતાના કરેલા કર્મોથી ભિન્ન ભિન્ન કુળોમાં માતાની રજ અને પિતાના શુક્રથી ગર્ભમાં ઉત્પન્ન થાય છે. ત્યાં એ પોતાનું સંવર્ધન કરે છે. ત્યારબાદ જન્મ ધારણ કરે છે. ક્રમશઃ આગળ વધતાં પ્રતિબોધ પામી ત્યાગ માર્ગ અંગીકાર કરે છે અને એ ક્રમથી મહામુનિ બને છે.
સંયમ અંગીકાર કરતી વખતે માતાપિતાદિ સ્વજન વિલાપ કરતાં તેને કહે છે, 'અમે તારી ઇચ્છાનુસાર ચાલનારા, તારી સાથે આટલો પ્રેમ રાખનારા છીએ. તું અમને છોડ નહી.’ તેઓ આ રીતે આક્રંદ કરતાં રહે છે.
(કરુણ વિલાપ કરતાં મમત્વ ભાવે કરી કહે છે કે, કે, ) જે માતાપિતાને છોડી દે છે, તે આદર્શ મુનિ કહેવાતો નથી. અને તેવો મુનિ સંસારને તરી શકતો નથી.' (સ્વજનોનો વિલાપ સાંભળીને પણ) મુનિ તેમના શરણમાં જતો નથી. તે (તત્ત્વજ્ઞ પુરુષ) સંસારમાં કેવી રીતે રમણ કરે ?
મુનિ માટે આવું જ્ઞાન હંમેશા ધ્યાનમાં રાખવા જેવું છે.
શ્રામણ્ય-રહિત શ્રમણ :
૮૨૪. જે સાધુ ઉદિષ્ટ વગેરે દોષોથી રહિત આહારનો પણ સંચય કરી ઉપભોગ કરે છે, અચિત્તજળથી પણ શરીરના અંગોને સંકોચીને સ્નાન કરે છે, વસ્ત્ર ધોવે છે, વસ્ત્રને નાનાં મોટાં કરે છે, તે શ્રામણ્યથી દૂર છે એમ કહ્યું છે.
જળના સમારંભથી કર્મબંધ થાય છે એવું જાણી ધીર મુનિ જીવન પર્યંત પ્રાસુક જળ વડે જીવન ધારણ કરે. તથા બીજ, કંદ વગેરેનું ભોજન ન કરે. તેમ જ સ્નાન તથા સ્ત્રીઓ આદિથી વિરત રહે.
જે પુરુષ માતા, પિતા, પુત્ર, ઘર, પશુ અને ધનને છોડી દીક્ષા ગ્રહણ કરે છે તે જો પછી સ્વાદિષ્ટ ભોજન બનાવનાર ઘરોમાં લોલુપતાથી દોડે છે તો તે શ્રમણત્વથી દૂર છે એમ કહ્યું છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org