________________
२०
wwwww
બે હાથ જોડી શિરસાવત અંજલિ રચી કૃષ્ણ વાસુદેવને જય-વિજય શબ્દથી વધાવવા લાગ્યા. ૬૩. તદનંતર કૃષ્ણ વાસુદેવે કૌટુબિક સેવકોને બાલાવ્યા અને બાલાવીને આ પ્રમાણે કહ્યુ
‘હે દેવાનુપ્રિયા ! તરત જ અભિષેક કરેલ હસ્તીરત્નને સજાવા, અશ્વ-ગજ-રક્ષ-યાદ્ધાઓની બનેલી ચતુરગિણી સેના સજ્જ કરો અને આ બધું તૈયાર કરી આજ્ઞા પૂરી કર્યાની મને ! જાણ તે સેવકોએ પણ તેમ કરી આજ્ઞાપૂર્તિની જાણ કરી.
કરો.’
ત્યાર બાદ કૃષ્ણ વાસુદેવ જ્યાં સ્નાનગૃહ હતું ત્યાં ગયા, જઈને ચારે બાજુ જાળીએથી શાભતા, સુંદર મણિ-રત્નાથી જડેલ ભૂમિતળવાળા રમણીય સ્નાનમંડપમાં વિવિધ પ્રકારના મણિરત્નાથી શાભાયમાન સ્નાનપીઠ પર સુખપૂર્વક બેસીને પવિત્ર સુગંધીદાર શુદ્ધ જળથી પુન: પુન: કલ્યાણકર શ્રેષ્ઠ સ્નાનવિધિપૂર્વક તેમણે સ્નાન કર્યું" યાવત્ અંજનગિરિના શિખર જેવા ગજપતિ પર તે નરપતિ આરૂઢ થયા.
ત્યાર બાદ સમુદ્રવિજય પ્રમુખ દશ દશારો યાવત્ અન’ગસેનાપ્રમુખ અનેક સહભ્રં ગણિકાઓથી વીંટળાઈને, સમસ્ત ઋદ્ધિ યાવત્ દુંદુભિનાદ સાથે કૃષ્ણ વાસુદેવ દ્વારવતી–દ્વારિકા નગરીની વચ્ચેાવચ્ચ થઈને નીકળ્યા, નીકળીને સૌરાષ્ટ્ર જનપદ મધ્યે થઇને દેશના સીમાપ્રદેશે પહોંચ્યા, ત્યાં પહેોંચી પછી પ'ચાલ જનપદની વચ્ચે થઈને જયાં કાંપિલ્યપુર નગર હતું ત્યાં જવા ઉદ્યત થયા.
હસ્તિનાપુરમાં દૂત-પેષણ— ૬૪. તે દરમિયાન તે દ્રુપદ રાજાએ બીજા દૂતને બાલાગ્યા, બાલાવીને આ પ્રમાણે કહ્યું
‘હે દેવાનુપ્રિય ! તું હસ્તિનાપુર નગર જા. ત્યાં તું પાંડુ રાજા તથા તેના પુત્રો—યુધિષ્ઠિર, ભીમસેન, અર્જુન, નકુળ અને સહદેવ તથા સા ભાઈઓ સાથે દુર્ગંધનને, ગાંગેય ભીષ્મ, વિદુર, દ્રોણ, જયદ્રથ, શકુનિ, કલીવ (કર્ણી) અને અશ્વત્થામાને બન્ને હાથ જોડી મસ્તક પર
Jain Education International
ધ કથાનુયાગ—અરિષ્ટનેમિ-તી માં દ્રૌપદી કથાનક : સૂત્ર ૬૬
wwww~~~~~~~~~~~~~~~~
આવર્તપૂર્વક અંજલિ રચી જય-વિજય શબ્દોથી વધાવજે, વધાવીને આ પ્રમાણે કહેજે કે હું દેવાનુપ્રિયા ! કામ્બિલ્યપુર નગરમાં દ્રુપદ રાજાની પુત્રી, ચુલણી રાણીની આત્મજા, ધૃષ્ટદ્યુમ્ન કુમારની ભગિની શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદીના સ્વયંવર યેાજાયેલ છે, તેા આપ દ્રુપદ રાજા પર અનુગ્રહ કરી અવિલંબ–વેળાસર કામ્પિલ્યપુર નગરમાં પધારજો.’
૬૫. ત્યાર પછી તે દૂત જયાં હસ્તિનાપુર નગર હતું. જ્યાં પાંડુ રાજા હતા ત્યાં આવ્યા, ત્યાં આવીને પાંડુરાજા તથા તેના પુત્રો–યુધિષ્ઠિર, ભીમસેન, અર્જુન, નકુળ અને સહદેવ તથા સા ભાઈએ સાથે દુર્ગંધનને તથા ગાંગેય ભીષ્મ, વિદુર, દ્રોણ, જયદ્રથ, શકુનિ અને કર્ણ તથા અશ્વત્થામાને સબાધીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયા ! કાંપિલ્યપુર નગરમાં દ્રુપદ રાજાની પુત્રી, ચુલણી દેવીની આત્મજા, ધૃષ્ટદ્યુમ્ન રાજકુમારની બહેન, શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદીના સ્વયંવર માજાયેલ છે. તે આપ સહુ દ્રુપદ રાજા પર કૃપા કરી વિના વિલંબ કાંપિપુર નગરમાં પધારજો.’.
ત્યારે તે પાંડુ રાજાએ જેવી રીતે કૃષ્ણ વાસુદેવે તેવી રીતે–માત્ર અહીં ભેરી નથીયાવ જ્યાં કાંપિલ્મપુર નગર હતું ત્યાં જવા તે ઉદ્યત થયા. ચા આદિ નગરામાં દૂત-પ્રેષણ— ૬૬. એ જ ક્રમે
ત્રીજા દૂતને બાલાવી આમ કહ્યું–‘હે દેવાનુપ્રિય ! તું ચંપા નગરીમાં જા. ત્યાં તું અ’ગરાજ કણને, શલ્યને, નંદિરાજને આમ કહેજેકાંપિલ્સ નગરમાં પધારજો.'
ચેાથા દૂતને આમ કહ્યું-‘હે દેવાનુપ્રિય ! તુ શુક્તિમતી નગરીમાં જા. ત્યાં તું દમાષના પુત્ર શિશુપાલને અને તેના પાંચસા ભાઈઓને આ પ્રમાણે કહેજે-કાંપિલ્યપુર નગરમાં પધારજો.'
પાંચમા દૂતને બાલાવી આ પ્રમાણે કહ્યું–હે દેવાનુપ્રિય ! તું હસ્તિશીષ નગરમાં જા, ત્યાં તુ દમદત રાજાને આમ કહેજે, કાંપિલ્યપુર નગરમાં પધારજો.’
For Private Personal Use Only
www.jainelibrary.org