________________
ધર્મકથાનુગ-અરિષ્ટનેમિ-તીર્થમાં દ્રૌપદી કથાનક : સૂત્ર ૬૧
૧૮
મંડલિક તલવર, માંડબિક, કૌટુંબિક ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાની, સાર્થવાહ વગેરેને બે હાથ જોડી મસ્તકે અંજલિ રચીને, જય-વિજય શબ્દોથી વધાવજે, વધાવીને આ પ્રમાણે કહેજે
હે દેવાનુપ્રિય! કાસ્પિલ્યપુર નગરમાં દ્રપદ રાજાની પુત્રી, ચુલણી રાણીની આત્મજા ધૃષ્ટઘુમ્નની બહેન, રાજકન્યા દ્રૌપદીનો સ્વયંવર થશે. તે આપ સહુ દુપદ રાજા પર કૃપા કરી કાળક્ષેપ કર્યા વિના-અવિલંબ કપિલ્ય નગરમાં પધારો.”
ત્યાર પછી તે દૂતે બે હાથની દસે આંગળીઓ મસ્તક પાસે એકઠી કરી અંજલિ રચીને દ્રુપદ રાજાની આવી આશા સાંભળી, સ્વીકારી અને પછી જયાં પોતાનું ઘર હતું ત્યાં ગયો, જઈને કૌટુમ્બિક પુરુષને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયો ! તરત જ ચાર ઘંટાવાળો અશ્વરથ જોડીને લાવૈ. તે કૌટુમ્બિક પુરુષોએ તે પ્રમાણે રથ ઉપસ્થિત કર્યો.
ત્યાર બાદ તે દૂને સ્નાન કર્યું યાવત્ અલ્પ પરંતુ અતિ મૂલ્યવાળાં આભૂષણેથી શરીરને અલંકૃત કર્યું અને ચાર ઘંટાવાળા અશ્વરથ પર તે આરૂઢ થયા, આરૂઢ થઈને કવચથી ઢંકાયેલ શરીરવાળા, જેમણે બાણના પટ્ટા શરીરે કસીને બાંધ્યા છે તેવા, ગળામાં ચૈવેયક પહેરેલા, પોતપોતાના પદના બોધ કરનાર ચિદરૂપી પટ્ટાઓ બાંધેલા, આયુધો અને પ્રહરણો ધારણ કરેલા અનેક પુરુષાથી વીંટળાઈને કામ્પિત્યપુર નગરની વચ્ચોવચ્ચ થઈને તે નીકળ્યો, પાંચાલ જનપદની વચ્ચે થઈને દેશના સીમાભાગ સુધી આવી પહોંચ્યા, ત્યાં આવીને સૌરાષ્ટ્ર જનપદની વચ્ચોવચ્ચ થઈને જયાં દ્વારવતી નગરી હતી ત્યાં આવ્યો, આવીને દ્વારવતી નગરીની અંદર પ્રવેશી જયાં કૃષ્ણ વાસુદેવની બાહ્ય રાજસભા હતી ત્યાં આવ્યા, ત્યાં આવી ચાર ઘંટાવાળો રથ ઊભો રાખ્યો, રથ ઊભો રાખી રથમાંથી તે નીચે ઊતર્યો, નીચે ઉતરીને મનુષ્યસમૂહથી ઘેરાઈને, પગે
ચાલીને જ્યાં કૃષ્ણ વાસુદેવ હતા ત્યાં ગયો, ત્યાં જઈને કૃષ્ણ વાસુદેવ, સમુદ્રવિજય આદિ દશ દશારો યથાવત્ છપ્પન હજાર બળવાન વીરો સમક્ષ બે હાથ જોડી મસ્તક પર આવર્તન કરી અંજલિ રચીને જય-વિજય શબ્દો વડે વધાવીને આ પ્રમાણે કહેવા લાગ્ય
હે દેવાનુપ્રિો! વાત એમ છે કે કામ્પિત્યપુર નગરમાં દુપદ રાજાની પુત્રી, ચુલણી રાણીની આત્મજા, ધૃષ્ટદ્યુમ્ન કુમારની બહેન, શ્રેષ્ઠ રાજકન્યા દ્વપદીનો સ્વયંવર છે. તો આપ સહુ દ્રુપદ રાજા પર કૃપા કરી વિના વિલમ્બ કાંપિલ્ય
પુર નગરમાં પધારો.” ૬૧. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ તે દૂતના મુખેથી આવા
સમાચાર સાંભળી અને જાણીને અત્યંત હૃષ્ટતુષ્ટ આનંદિત બન્યા યાવતુ હૃદયમાં હર્ષ સાથે તેમણે તે દૂતને સત્કાર કર્યો, સન્માન કર્યું અને
સત્કાર-સન્માન કરી તેને વિદાય આપી. કૃષ્ણનું પ્રસ્થાન૬૨. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે કૌટુંબિક સેવકોને
બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું–હે દેવાનુપ્રિય! તમે જાઓ, જઈને સુધર્મ સભામાં રહેલ સામુદાયિક ભેરી વગાડો.'
ત્યારે કૌટુંબિક સેવકોએ બન્ને હાથ જોડી શિરસાવ અંજલિપૂર્વક કૃષ્ણ વાસુદેવની આ આશા સ્વીકારી, સ્વીકારીને જ્યાં સુધર્મ સભા હતી અને તેમાં સામુદાયિક ભરી હતી ત્યાં ગયા, ત્યાં જઈને સામુદાયિક ભરી જોર જોરથી વગાડવા લાગ્યા.
ત્યારે તે સામુદાયિક ભેરી વગાડવામાં આવી કે તરત સમુદ્રવિજય પ્રમુખ દશ દશારે ભાવતુ મહાસેના પ્રમુખ છપ્પન હજાર બળવંત સ્નાન થાવતુ સર્વાલંકારવિભૂષિત થઈને યથાવૈભવ અર્થાત્ પોતપોતાની અદ્ધિ-સમૃદ્ધિ-માનસત્કારપૂર્વક, કેટલાક અસવાર થઈને તો કેટલાક હાથી પર સવારી કરીને એમ રથ, પાલખી, બગી પર સવાર થઈને, તો કઈ પગે ચાલતા ચાલતા જ્યાં કષ્ણ વાસુદેવ હતા ત્યાં આવી પહોંચ્યા, આવીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org