________________
૧૮
ધર્મ કથાનુયોગ–અરિષ્ટનેમિ-તીર્થમાં દ્રૌપદી કથાનક : સૂત્ર ૬૦
એવી રીતે ઘણાં વર્ષ સુધી શ્રમણ્યમર્યાય પાળ્યો, પાળીને અર્ધમાસિક સંલેખના દ્વારા આત્મારાધના કરી, અનશન દ્વારા ત્રીસ ભક્ત(ભોજન)નો ત્યાગ કરી, અનુચિત આચરણની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના જ, કાળસમયે કાળ કરી ઈશાનક૯૫માં કોઈ દેવવિમાનમાં દેવગણિકારૂપે ઉત્પન્ન થઈ. ત્યાં ઉત્પન્ન થનાર કેટલીક દેવીની નવ પલ્યોપમની આયુસ્થિતિ હોય છે. ત્યાં સુકુમાલિકા દેવીની પણ નવ પલ્યોપમની આયુસ્થિતિ કહેવાઈ છે.
દ્રૌપદીભવ થાનક્માં દ્રૌપદીને તારુણ્ય ભાવપ૭. તે કાળે તે સમયે આ જમ્બુદ્વીપ નામે દ્વીપમાં,
ભારત વર્ષમાં, પાંચાલ જનપદમાં, કપિલ્યપુર નામે નગર હતું-વર્ણન.
ત્યાં કુપદ નામે રાજા હત–વર્ણન. તેની ચુંલણી નામે પટરાણી હતી અને ધૃષ્ટઘુમ્ન નામે યુવરાજ હતું. પેલી સુકુમાલિકા દેવી આયુક્ષય થવાથી, સ્થિતિક્ષય થવાથી અને ભવક્ષય થવાથી તે પછી દિવલોકમાંથી આવીને અહીં
બૂઢીપ દ્વીપમાં, ભારત વર્ષમાં, પાંચાલ જનપદમાં, કામ્પિત્યપુર નગરમાં પદ રાજાની ચલણી રાણીની કુક્ષિમાં પુત્રી રૂપે ગર્ભમાં આવી.
ત્યારે તે ચલણી દેવીએ નવ માસ અને સાડા સાત રાત્રિ-દિવસ બરાબર પૂરાં થતાં, સુકોમળ હાથપગ યાવત્ પુત્રીને જન્મ આપ્યો. તે પછી બાર દિવસ પૂરા થતાં તે બાલિકાનું આવી રીતે નામકરણ કરવામાં આવ્યું કે આ બાલિકા પદ રાજાની પુત્રી અને ચલણી દેવીની આત્મજા છે. તેથી અમારી આ બાલિકાનું નામ દ્રૌપદી' હો.
તે રીતે તેના માતા-પિતાએ તેનું આવું ગુણનિષ્પન્ન સાર્થક એવું નામ પાડયું-દ્રૌપદી, દ્રૌપદી.
ત્યાર પછી પાંચ ધાવમાતાઓ દ્વારા ઉછેરવામાં આવતી તે દ્રૌપદી બાલિકા યાવત્ નિવૃત પર્વતકંદરામાં રહેલી ચંપકલતાની પેઠે નિરાબાધપણે સુખપૂર્વક વધવા લાગી.
૫૮. ત્યાર પછી તે શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદી બાલ્યાવસ્થા
વીતાવીને યુવાવસ્થામાં આવી અને રૂપ, યૌવન અને લાવણ્યમાં ઉત્કૃષ્ટ બની તથા ઉત્કૃષ્ટ શરીરવાળી થઈ ગઈ.
ત્યાર બાદ કોઈ એક વાર તે ઉત્તમ રાજકન્યાને અંત:પુરની સ્ત્રીઓએ સ્નાન કરાવો યાવત્ સર્વ અલંકારોથી વિભૂષિત કરી, સર્વ અલંકારવિભૂષિત કરીને તેને દ્રુપદ રાજાના પાયવંદન માટે મોકલી.
ત્યારે તે શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદી જયાં રાજા પદ હતો ત્યાં આવી, આવીને દ્રુપદ રાજાના પગે પડી.
૫૮ રાજાનો દ્રૌપદીના સ્વયંવરને સંકલ્પ– પ૯, ત્યારે તે દુપદ રાજાએ દ્રૌપદી કન્યાને પોતાના
ખોળામાં બેસાડી, બેસાડીને તે શ્રેષ્ઠ રાજકન્યાના રૂપ, યૌવન અને લાવણ્ય જોઈને વિસ્મિત થઈ તેને આ પ્રમાણે કહ્યું –
હે પુત્રી ! જો જાતે જ તને કોઈ રાજા કે યુવરાજને ભાર્યારૂપે સોંપીશ અને તું ત્યાં સુખી કે દુ:ખી થઈશ તો મારા હૃદયમાં આજીવન બળતરા થશે. તેથી હે પુત્રી ! હું આજે જ તારા સ્વયંવરની ગોઠવણ કરુ છું. આજથી તું સ્વયંવરથી વરીશ તેમ નક્કી કરું છું. તેથી તું જાતે જ રાજા કે યુવરાજ વરજે અને તે જ તારો ભર બનશે.’ આમ કહી તેને ઈષ્ટ યાવતુ મનહર વચનોથી આશ્વસ્ત કરી અને આશ્વસ્ત કરીને વિદાય કરી.
દ્વારાવતીમાં દૂત-પ્રેષણ– ૬૦. ત્યાર પછી દુપદ રાજાએ દૂતને બોલાવ્યો, બોલાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય! તું દ્વારાવતી (દ્વારિકા) નગરીમાં જા. ત્યાં તે કૃષ્ણ વાસુદેવને, સમુદ્રવિજય પ્રમુખ દશારોને, બળદેવ પ્રમુખ પાંચ મહાવીરોને, ઉગ્રસેન પ્રમુખ સોળ હજાર રાજાઓને, પ્રદ્યુમ્ન પ્રમુખ સાડા ત્રણ કરોડ કુમારોને, શાંબા આદિ સાઠ હજાર દુર્દાનમહારથીઓને, વીરસેન આદિ એકવીસ હજાર વીરોને, મહાસન વગેરે છપ્પન હજાર યોદ્ધાઓને તથા બીજા પણ રાજા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org