________________
ધ કથાનુયાગ—અરિષ્ટનેમિ-તીર્થમાં દ્રૌપદી કથાનક ઃ સૂત્ર પર
wwwwww
પર. ત્યા૨ે તે સુકુમાલિકા આર્યએ દેવદત્તા ગણકાને પેલા ગાષ્ઠિકા સાથે ઉત્તમ માનુષી કામભાગા ભાગવતી જોઈ, જોઈને તેના મનમાં આ પ્રકારના વિચાર પેદા થયા-‘અહો ! આ સ્ત્રી પૂર્વ સારી રીતે આચરેલ ને સારી રીતે પાર પાડેલ શુભ કર્માના શુભ વિપાકથી આવાં ફળ ભોગવી રહી છે. એટલા માટે આ સારી રીતે આચરવામાં આવેલ તપ, નિયમ, બ્રહ્મચવાસનું કંઇ પણ શુભ ફળ હોય તે હું પણ આગામી જન્મમાં આવા પ્રકારના ઉત્તમ માનુષી ભાગા ભાગવું એમ થા’. આમ કરી તેણે નિદાન કર્યું' અને નિદાન કરી આતાપનાભૂમિથી પાછી ફરી. સુકુમાલિકાનું અકૃશ-નિગ્રથિત— પ૩. ત્યાર પછી તે સુકુમાલિકા આર્યા શરીર-બાકુશિકા બની ગઈ—ઘડી ઘડી હાથ ધાવા લાગી, પગ ધાવા લાગી, માથું ધાવા લાગી, મુખ ધાવા લાગી, સ્તનાન્તર (છાતી) ધાવા લાગી, કક્ષાંતર (બગલ) ધાતી, ગુહ્ય અંગ ધાતી, જે જગાએ બેસતી, ઊઠતી, સૂતી કે સ્વાધ્યાય કરતી ત્યાં પહેલાં જમીન પર પાણી છાંટતી અને પછી જ ત્યાં બેસતી, ઉઠતી, સૂતી કે સ્વાધ્યાય કરતી.
૫૪. ત્યાર પછી તે ગાપાલિકા આર્યાએ સુકુમાલિકા આર્યાને આ પ્રમાણે કહ્યું– ‘હું આપે ! આપણે નિગ્રન્થ સાધ્વીએ છીએ, ઈર્યાસમિતિયુક્ત યાવત્ બ્રહ્મચર્ય ધારિણી છીએ. આપણે શરીરબાકુશિક થવું કલ્પે નહી. પણ આર્યાં! તું શરીરબાકુશિકા બની ગઈ છે. ઘડીએ-ઘડીએ હાથ ધુએ છે, પગ ધુએ છે, માથું ધુએ છે, મુખ એ છે, સ્તનાન્તર ધુએ છે, કક્ષાન્તર ધુએ છે, ગુહ્યાંગ ધુએ છે, જે સ્થાને બેસે છે, સૂએ છે કે સ્વાધ્યાય કરે છે, તે સ્થાન પહેલાં જ પાણીથી સાફ કરે છે અને પછી જ ત્યાં બેસે છે, સૂએ છે કે સ્વાધ્યાય કરે છે. તા હે દેવાનુપ્રિયે ! આવા બકુશ વનની આલાચના કર યાવત્ આવા અકાયને માટે યથાયાગ્ય તપરૂપી પ્રાયશ્ચિત્ત અ’ગીકાર કર.'
ત્યાર તે સુકુમાલિકાએ ગેાપાલિકા આર્યાંના આવા વચન પ્રતિ ન આદર કર્યા, ન તેનેા સ્વી
Jain Education International
૧૭ mm
કાર કર્યા, પણ તેના અનાદર કરતી અને અસ્ત્રીકાર કરતી (પૂર્વવત્) રહેવા લાગી.
ત્યારે બીજી આર્યાએ સુકુમાલિકા આર્યાની વાર’વાર અવજ્ઞા, નિંદા, હીલના, ગાઁ, અપમાન કરવા લાગી અને વારંવાર તેને પેાતાના અકાથી અટકાવવા લાગી. સુકુમાલિકાના જુદા વિહાર અને દેવલાકમાં ઉત્પાદ (જન્મ)—
પપ. ત્યાર પછી તે સુકુમાલિકાને નિગ્રંથ સાધ્વીઓએ અપમાનિત કરી યાવત્ અકાથી અટકાવી ત્યારે તેને આવા પ્રકારના વિચાર યાવત્ સંકલ્પ થયા—
‘જ્યારે હું ગૃહસ્થાવાસમાં હતી ત્યારે હું સ્વાધીન હતી, જ્યારે હું મુંડિત થઈ પ્રવ્રુજિત થઈ છું ત્યારથી હું પરાધીન બની ગઈ છું. પહેલાં આ સાધ્વીએ મારો આદર કરતી હતી, મારુ માન રાખતી હતી, પરંતુ હવે તે ન આદર કરે છે ન માને છે. આથી મારા માટે એ શ્રેયસ્કર છે કે રાત વીતે અને સવાર પડે, પ્રકાશથી ઝળહળતા સહસ્રરશ્મિ સૂર્યના ઉદય થાય એટલે ગાપાલિકા આર્યાની પાસેથી નીકળી હું અલગ ઉપાશ્રયમાં આશ્રય લઈ રહેવા લાગુ.’ તેણે આમ વિચાર કર્યા, વિચાર કરીને બીજા દિવસે રાત વીતીને પ્રભાત થયું, સહસ્રરશ્મિ સૂર્ય તેજથી ઝળહળવા લાગ્યા ત્યારે તે ગાપાલિકા આર્યા પાસેથી નીકળી, નીકળીને અલગ ઉપાશ્રયમાં આશ્રય લઈ રહેવા લાગી.
ત્યાર પછી તે સુકુમાલિકા આર્યા કોઈ ઠપકો આપનાર કે રોકનાર ન રહેવાથી સ્વચ્છંદચારિણી બનીગઈ–વાર વાર હાથ ધાવા લાગી યાવત્ જે સ્થળે બેસતી, સૂની કે સ્વાધ્યાય કરતી ને સ્થળને પહેલાં પાણી છાંટી સ્વચ્છ કરી પછી ત્યાં બેસવા, સૂવા કે સ્વાધ્યાય કરવા લાગી.
૫૬. ત્યાર પછી તેા તે પાસસ્થ-શિથિલાચારિણી, પાસત્ય-વિહારિણી બની ગઈ, કુશીલ અને કુશીલવિહારિણી બની ગઈ અર્થાત્ દુરાચારિણી બની, સંસક્ત અને સંસક્તવિહારિણી બની ગઈ અને
For Private & Personal Use Only
www.jainelibrary.org