________________
ધર્મકથાનુયોગ-મહાવીર–તીર્થ માં રોહિણી જ્ઞાત થાનક : સત્ર ૧૪૨
એવી યારી સાફ કરી, સાફ કરીને તે પાંચ ચોખાના દાણા તેમાં વાવ્યા, વાવીને બીજીવાર ત્રીજીવાર તેનો ઉલ્લેખ-નિક્ષેપ કર્યો, કરીને વાડનો પરિક્ષેપ કર્યો, કરીને અનુક્રમથી સંરક્ષણ સંગાપન અને સંવર્ધન કરતા કરતા વિચરવા
લાગ્યા. ૧૩૯. ત્યાર પછી સંરક્ષિત, સંગોષિત અને સંવર્ધિત
કરેલા તે શાલિ-અક્ષત અનુક્રમથી શાલિના છોડ થઈ ગયા, તે શ્યામ, શ્યામ કાન્તિવાળા થાવત્ મધ નિકુરંગભૂત-વાદળોના સમૂહ રૂપ થઈને પ્રસન્નતા પ્રદાન કરનાર, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ થઈ ગયા.
ત્યાર પછી તે શાલિના છોડમાં પાન આવી ગયા, તે વર્તિત-ગોળ થઈ ગયા, છાલવાળા થઈ ગયા, ગર્ભિત થઈ ગયા.. તેને ડુંડા આવી ગયા, પ્રસ્ત થઈ ગયા-પાનની અંદરથી દાણા બહાર આવી ગયા, સુગંધવાળા થયા, દૂધવાળા થયા, બાંધેલા ફળવાળા થયા, પાકી ગયા, તૈયાર થઈ ગયા, શકિન થયા-પાન સુકાઈ જવાના કારણે રસળી જેવા થઈ ગયા, પત્રાંકિત થયાકેઈક કોઈક પાનવાળા બની ગયા અને હરિતપર્વકાર્ડ-નીલી નાળવાળા થઈ ગયા. આ પ્રમાણે તે શાલિ ચોખા ઉત્પન્ન થયા.
ત્યાર પછી કૌટુંબિક પુરુપાએ તે શાલિના છોડને પત્રવાળા યાવત્ શલાકાવાળા તથા વિરલ પત્રવાળા જાણીને તીક્ષણ અને ધારવાળા દાંતરડાથી - કાપ્યા, કાપીને તેને હથેલીઓથી મર્દન કર્યા, મર્દન કરીને સાફ કર્યા. તેથી તે નિર્મલ, પવિત્ર, અખંડ અને અસ્ફોટિત-ટુટ્યા વિનાના અને સુપડાથી સાફ કરેલા થઈ ગયા. તે મગધ દેશમાં પ્રસિદ્ધ એક પ્રસ્થા (એક જાતનું માપ) પ્રમાણ થઈ ગયા.
ત્યાર પછી તે કૌટુંબિક પુરુષએ તે પ્રસ્થ પ્રમાણ શાલિ- અક્ષરોને નવા ઘડામાં ભર્યા. ભરીને તેના પર માટીનો લેપ કરી દીધો. લેપ કરીને તેને લાંછિત-મુદ્રિત કરી દીધા. અર્થાત્ ' તેના પર સીલ લગાવી દીધું, પછી તેને ઠારના
એક ભાગમાં રાખી દીધા. રાખીને તેનું સંગાપન કરતા કરતા વિચરવા લાગ્યા.
ત્યાર પછી તે કૌટુંબિક પુરુષોએ બીજી વર્ષા ઋતુમાં વષ કાળના પ્રારંભમાં મહાવૃષ્ટિ પડવા સમયે એક નાની કયારીને સાફ કરી. સાફ કરીને તે શાલિ વાવી દીધા. બીજીવાર, ત્રીજીવાર તેનો ઉક્ષેપ-નિક્ષેપ કર્યો, યાવતુ તેને કાવ્યાયાવતુ પગનાં તળીયાથી તેનું મન કર્યું, તેને સાફ કર્યા. હવે શાલિના ઘણાં કુડવા (એક જાતનું પાત્ર) થઈ ગયાં. યાવત્ તેને કોઠારના એક ભાગમાં રાખી દીધા. કેડારના એક ભાગમાં રાખીને તેનું સંરક્ષણ અને
સંગાપન કરતા વિચારવા લાગ્યા. ૧૪૧. ત્યાર પછી તે કૌટુંબિક પુરુષોએ ત્રીજી
વર્ષાઋતુમાં મહાવૃષ્ટિ થવા પર ઘણી જ કયારીઓ સારી રીતે સાફ કરીયાવતુ તેને વાવીને કાપી લીધા. કાપીને ભારા બાંધીને વહન કર્યા. વહન કરીને ખળામાં રાખ્યાતેને મર્દન કર્યાચાવતુ ઘણા જ કુમ્ભ પ્રમાણ શાલિ થઈ ગયા.
ત્યાર પછી તે કૌટુંબિક પુરુષોએ તે શાલિકે ઠારમાં રાખી, થાવત્ તેની રક્ષા કરવા લાગ્યા.
ચોથી વર્ષાઋતુમાં એ પ્રમાણે કરવાથી સેંકડો કુંભ પ્રમાણ શાલિ થઈ ગયા. પાંચ વર્ષ પછી ધન્ય સાથ વાહ દ્વારા શાલિની -
માગણી૧૪૨ત્યાર પછી જ્યારે પાંચમી વર્ષાઋતુ ચાલી
રહી હતી ત્યારે ધન્ય સાર્થવાહને મધ્યરાત્રિનાં સમયે આ પ્રમાણેનો વિચાર ઉત્પન્ન થયો
મેં આજથી પાંચ વર્ષ પહેલાં ચારે પુત્રવધૂઓની પરીક્ષા કરવા માટે તેમને પાંચ પાંચ ચોખાના દાણા હાથમાં આપ્યા છે. તો કાલે યાત્ સૂર્યોદય થવા પર પાંચ ચોખાના દાણા માંગવા મારા માટે ઉચિત થશે–ચાવતુ જાણું તો ખરો કે કોણે કેવી રીતે તેનું સંરક્ષણ, સંગોપન અને સંવર્ધન કરેલ છે?' ધન્ય સાર્થવાહે આ પ્રમાણે વિચાર કર્યો. વિચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org