________________
ધર્મ કથાનુયાગ——મહાવીર-તીર્થમાં રાણિી જ્ઞાન કથાનક : સૂત્ર ૧૩૪
પુત્રી ! તું મારા હાથથી આ પાંચ ચાખાના દાણા લે. તેને લઈને અનુક્રમથી તેમનુ સંરક્ષણ અને સગાપન કરતી રહે. હે પુત્રી ! જ્યારે હું તારી પાસે તે પાંચ ચાખાના દાણા માંગુ ત્યારે તું આ પાંચ ચાખાના દાણા મને પાછા આપજે.’ આ પ્રમાણે કહીને પુત્રવધૂના હાથમાં દાણા આપ્યા. આપીને તેને વિદાય કરી. ઉન્નિકા દ્વારા ચાખાનુ' ઉજ્જીણ (ફેકી દેવાનુ')— ૧૩૪. ત્યાર પછી તે ઉકિાએ ધન્ય સાવાહના
આ અર્થ-આદેશને ‘તત્તિ-બહુ સારુ”. આ પ્રમાણે કહીને અંગીકાર કર્યા. અંગીકાર કરીને ધન્ય સાવિાહના હાથથી પાંચ શાલિઅક્ષન (ચેાખાના દાણા) ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને એકાંતમાં ગઈ. ત્યાં જતાં તેને આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયા‘આ પ્રકારે નિશ્ચયથી પિતાજી (શ્વસુર)ના કોઠારમાં શલિથી ભરેલાં ઘણાં પણ વિદ્યમાન છે. તેથી જ્યારે પિતાજી મારી પાસેથી પાંચ શાલિઅક્ષત માંગશે ત્યારે હુ' કોઈ પણ પલ્યમાંથી બીજા શાલિ-અક્ષત લઈને આપી દઈશ.' તેણે એવા વિચાર કર્યા. આ પ્રમાણે વિચાર કરીને તેણે તે પાંચ દાણા એકાંતમાં ફેંકી દીધા અને ફેંકીને પેાતાના કામમાં લાગી ગઈ.
ભાગવતી દ્વારા ચાખાના ભાગ (ખાઈ જવુ)~ ૧૩૫.આ પ્રમાણે બીજી પુત્રવધૂ ભાગવતીને બાલાવી
ને પાંચ દાણા આપ્યા. ઇત્યાદિ-વિશેષ તે છે કે તેણીએ તે દાણા છાલ્યા, છોલીને ગળી ગઈ. ગળીને પાતાના કામમાં લાગી ગઈ.
રક્ષિકા દ્વારા ચાખાનું રક્ષણ—
૧૩૬. આ જ પ્રમાણે રક્ષિકાના વિષયમાં જાણવુ
જોઈએ. વિશેષતા એ છે કે તેણે તે દાણા લીધા પછી તેને તે વિચાર ઉત્પન્ન થયા કે પિતાજી (સસરા) એ મિત્ર, જ્ઞાતિજનો આદિની તથા ચારે વધૂના કુલગૃહવની સામે મને બાલાવીને આમ કહ્યું છે કે—હે પુત્રી તું મારા હાથમાંથી આ દાણા લે. યાવત્ જ્યારે
Jain Education International
૪૩
હું માગું ત્યારે પાછા આપી દેવા.' આમ કહીને મારા હાથમાં આ દાણા આપેલ છે. તા અહીંં જરૂર કાંઈ કારણ હાવું જોઈએ. તેણીએ તે પ્રમાણેનો વિચાર કરીને તે ચાખાના દાણા શુદ્ધ વસ્ત્રમાં બાંધી લીધા. બાંધીને રત્નની ડબીમાં મૂકી દીધા, મૂકીને તે બી આસી નીચે મૂકી દીધી. પછી ત્રણે સંધ્યા-સવાર, બાર, સાંજ સમયે તેની સારસભાળ લેતી રહેવા લાગી.
રાહિણી દ્વારા ચાખાનું ફાહુણ (વાવલુ) અને વન
૧૩૭. ત્યાર પછી તે ધન્ય સાર્થવાહે તે મિત્રો,
આદિની સમક્ષ ચેાથી પુત્રવધૂ રોહિણીને બાલાવી. બાલાવીને તેને પણ તેમ કહીને પાંચ દાણા આપ્યા. યાવત્ તેણે વિચાયું ‘આ પ્રમાણે પાંચ દાણા આપવામાં કોઈ કારણ હશે. તેથી મારા માટે ઉચિત છે કે આ પાંચ ચેાખાના દાણાનું સંરક્ષણ કરું અને તેની વૃદ્ધિ કરું.' તેણે તેવા વિચાર કર્યા, વિચાર કરીને પેાતાના કુલગૃહના પુરુષને બાલાવ્યા બાલાવીને આ પ્રમાણે કહ્યું
‘દેવાનુપ્રિયા ! તમે આ પાંચ શાલિ અક્ષતાને ગ્રહણ કરો. ગ્રહણ કરીને પહેલી વર્ષાઋતુમાં અર્થાત્ વર્ષાના આરંભમાં જ્યારે ખૂબ વર્ષ હાય ત્યારે એક નાની એવી કચારીને સારી રીતે સાફ કરીને આ પાંચ શાલિ-અક્ષન વાવી દેવા. વાવીને બીજીવાર ત્રીજીવાર ઉત્કૃપ-નિક્ષેપ કરવા, અર્થાત્ એક જગ્યાએથી ઉખેડીને બીજી જગ્યાએ રોપવા. પછી કચારીની ચારે તરફ વાડ કરવી, તેની રક્ષા અને સગાપન કરતાં તેન વધારવાં.’
૧૩૮. ત્યાર પછી કૌટુંબિક પુરુષાએ રોહિણીની
વાતનો સ્વીકાર કર્યા. સ્વીકાર કરીને તે ચાખાના પાંચ દાણા ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને અનુક્રમથી તેનું સંરક્ષણ, સગાપન કરવા લાગ્યા.
ત્યાર પછી તે કૌટુંબિક પુરુષાએ વર્ષા ઋતુના પ્રારંભમાં મહાવૃષ્ટિ થવા પર નાની
For Private Personal Use Only
www.jainelibrary.org