________________
ધર્મકથાનુયોગ–મહાવીર–તીર્થ માં આજીવક તીર્થકર ગોશાલક કથાનક : સૂત્ર ૭૭
૩૫
પછી તે ત્યાંથી મરીને મધ્યમ માનુષત્તર સંયુથ દેવ રૂપે ઉત્પન્ન થાય છે. તે ત્યાં દિવ્ય ભોગ યાવત્ ઋવિત થઈને પાંચમાં સંસિગર્ભ જીવ રૂપે ઉત્પન્ન થાય છે.
પછી તે ત્યાંથી મરીને નીચેના માનુષોત્તર સંયુથ દેવ તરીકે ઉત્પન્ન થાય છે. તે ત્યાં દિવ્ય ભોગો ચાવતું વિત થઈને છઠ્ઠા સંસિગર્ભ જીવ રૂપે ઉત્પન્ન થાય છે.
પછી તે ત્યાંથી મરીને બ્રહ્મલોક નામે જે ક૯૫ કહેવાય છે, જેની પૂર્વ અને પશ્ચિમ લંબાઈ છે, ઉત્તર અને દક્ષિણ પહોળાઈ છે, જે રીતે સ્થાનપદ (પ્રજ્ઞાપના સૂત્રના સ્થાનપદ નામનું દ્વિતીય પ્રકરણ)માં ચાવતુ પાંચ વિમાનો કહ્યાં છે તે આ પ્રમાણે : અશોકાવતંસક યાવત્ પ્રતિરૂપ. તે ત્યાં દેવ રૂપે ઉત્પન્ન થાય છે. તે ત્યાં દશ સાગરોપમ દિવ્ય ભોગ યાવત્ ઐવિત થઈને સાતમા સંસિગર્ભ જીવ રૂપે ઉત્પન્ન થાય છે.
તે ત્યાં નવ માસ પૂરા કરીને સાડા આઠ દિવસ યાવત્ વીત્યા પછી સુકમળ, ભદ્ર (સૌમ્ય), મૃદુ અને કુંડળ જેવા વાંકડીયાવાળ વાળો, જેના કાનનું આભૂષણ ગાલને સ્પર્શ કરતું હતું તેવો અને દેવકુમાર જેવી કાંતિવાળે બાળક જન્મે છે.
હે કાશ્યપ ! તે હું છું–હે આયુષ્યમાન કશ્યપ ! ત્યારે મેં કૌમાર્ય– પ્રવ્રજ્યાથી અને કૌમાર્યથી જ બ્રહ્મચર્ય વાસમાં જ બુદ્ધિ
અવિકૃત હતી ત્યારે જ પ્રવ્રજ્યા ગ્રહણ કરીને સાત પ્રવૃત પરિહાર કર્યા હતા- તે આ પ્રમાણે-૧. એણેયક, ૨. મલ્લરામ,૩. મંડિક, ૪. રોહ, ૫. ભારદ્વાજ, ૬. ગૌતમ પુત્ર અર્જુન અને ૭. મંખલિપુત્ર ગોશાલક.
તેમાં પહેલા પ્રવૃત્ત-પરિવારમાં રાજગૃહ નગરની બહાર મંડિકુક્ષિ નામે ચૈત્યમાં કૌડયાયન ઉદાયીનું શરીર મેં છોડવું, છોડીને એણેયકના શરીરમાં પ્રવેશ કર્યો, પ્રવેશીને બાવીસ વર્ષ સુધી પ્રવૃત્ત પરિવારમાં રહ્યો.
જે બીજો પ્રવૃત્ત પરિહાર તે ઉદંડપુરનગરની બહાર ચંદ્રાવતરણ ચૈત્યમાં એણેયકનું શરીર મેં છોડવું, છોડીને મલ્લરામના શરીરમાં હું પ્રવેશ્યો, પ્રવેશીને એકવીસ વર્ષ સુધી બીજા પ્રવૃત્ત પરિવારમાં રહ્યો.
ત્રીજા પ્રવૃત્ત-પરિહારમાં ચંપા નગરીની બહાર અંગમંદિર ચૈત્યમાં મલરામનું શરીર મેં છોડવું, છોડીને મંડિકના શરીરમાં હું પ્રવેશ્યો પ્રવેશીને વીસ વર્ષ ત્રીજા પ્રવૃત્ત પરિવારમાં રહ્યો.
ચોથા પ્રવૃત્તપરિહારમાં વારાણસી નગરીની બહાર કામમહાવન ત્યમાં મેડિકના શરીરને મેં છોડવું, છોડીને રોહના શરીરમાં પ્રવેશ્યો, પ્રવેશીને ઓગણીસ વર્ષ ચોથા પ્રવૃત્તપરિહારમાં રહ્યો.
પાંચમાં પ્રવૃત્તપરિહારમાં આલભિકા નગરીની બહાર પ્રાપ્તકાલ નામના દૈત્યમાં રોહકના શરીરને છોડયું, છોડીને ભારદ્વાજના શરીરમાં હું પ્રવેશ્યા, પ્રવેશીને અઢાર વર્ષ સુધી પાંચમા પ્રવૃત્તપરિહારમાંરહ્યો.
છઠ્ઠા પ્રવૃત્તપરિહારમાં વૈશાલીનગરીની બહાર કડથાયન નામના ચૈત્યમાં ભારદ્વાજના શરીરને મેં છોડવું, છોડીને ગૌતમપુત્ર અર્જુનના શરીરમાં હું પ્રવેશ્યો, પ્રવેશીને સત્તર વર્ષ સુધી છઠ્ઠા પ્રવૃત્ત પરિવારમાં રહ્યો.
સાતમાં પ્રવૃત્તપરિહારમાં આ શ્રાવસ્તી નગરીમાં હાલાહલા કુંભારણની હાટમાં ગૌતમપુત્ર અર્જુનના શરીર ને મેં જોયું, છોડીને મંખલિપુત્ર ગોશાલકનું શરીર સ્થિર, ધ્રુવ, ધારણ કરવા યોગ્ય, શીત સહન કરનાર, ઉણતા સહન કરનાર, ક્ષુધા સહન કરનાર, ડાંસ-મચ્છર આદિ વિવિધ પરિષહ અને ઉપસર્ગોને સહન કરનાર છે, તેમ સમજી તેનામાં હું પ્રવેશ્યો, પ્રવેશીને સોળ વર્ષ સુધી સાતમાં પ્રવૃત્તપરિવારમાં રહ્યો.
આ રીતે હે આયુષ્યમાન કાપ ! મેં એકસો તેત્રીસ વર્ષમાં સાત પ્રવૃત્ત-પરિહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org